Not Set/ કૃપા કરીને અમને એકલા છોડી દો અને અમારું કાર્ય કરવા દો : JNU, VC જગદેશ કુમાર

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સર્જાયેલ હિંસક હુમલાની ઘટના બાદ તમામ પક્ષો અને કહેવાતા મહાન લોકો પોત પોતાના રોટલા શેકવા માટે હાલ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યા છે. રાજકીય નેતાથી માંડીને અભિનેતાઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મુલાકાત લઇને પોતાનું બ્રાન્ડીંગ કરી રહ્યા છે, ત્યારે આ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં વીસી ઉકળી ઉઠ્યા હોય તેવું સામે આવી રહ્યું […]

Top Stories India
jnu vc કૃપા કરીને અમને એકલા છોડી દો અને અમારું કાર્ય કરવા દો : JNU, VC જગદેશ કુમાર

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સર્જાયેલ હિંસક હુમલાની ઘટના બાદ તમામ પક્ષો અને કહેવાતા મહાન લોકો પોત પોતાના રોટલા શેકવા માટે હાલ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યા છે. રાજકીય નેતાથી માંડીને અભિનેતાઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની મુલાકાત લઇને પોતાનું બ્રાન્ડીંગ કરી રહ્યા છે, ત્યારે આ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં વીસી ઉકળી ઉઠ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ એમ. જગદેશ કુમાર દ્વારા તમામ મુલાકાતીઓને સીધો જ સવાલ કરવામાં આવ્યો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ એમ. જગદેશ કુમારે કહ્યું છે કે, હું આંદોલનકારીઓને ટેકો આપવા આવી રહેલી તે તમામ મહાન હસ્તીઓને પૂછવા માંગુ છું કે, હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો કે, જેઓ સંશોધન અને અધ્યાપન કરવાના અધિકારથી વંચિત છે? તમે તેમની સાથે કેમ ઉભા ન રહી શકો ?

આપને જણાવી દઇએ કે, JNUના વાઇસ ચાન્સેલર એમ. જગદેશ કુમાર, કોંગ્રેસની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ અને ડીએમકે નેતા કનિમોઝીની જેએનયુ મુલાકાત બાદ કહ્યું છે કે, કૃપા કરીને અમારી યુનિવર્સિટીનું રાજકીયકરણ ન કરો. કૃપા કરીને અમને એકલા છોડી દો અને અમારું કાર્ય કરવા દો.

આપને જણાવી દઇએ કે, ભારતની કેન્દ્ર સરકારનાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ એમ. જગદેશ કુમારને અશ્વાસન આપવામાં આવ્યું છે કે, JNUમાં સ્થિતિ ખુબ જલ્દી સામાન્ય અને રાબેતા મુજબની થઇ જશે. સરકાર તે માર્ગ પર કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.