Not Set/ PMની સંભવીત ગુજરાત મુલાકાત પૂર્વે જ ગાંધીનગર માંથી ઝડપાઇ ભારત-પાકિસ્તાનની નકલી ચલણી નોટો

ગુજરાત દેશનાં અનેક રાજ્યોમાંનું એક એવુ રાજ્ય છે કે, જે દુષ્મન દેશ પાકિસ્તાનની સાથે પોતાની સરહદો શરે કરે છે. કાફિરી કરવામાં તો પાકિસ્તાન એટલે નામ જ કાફી તે વાત વિદિત છે. પાકિસ્તાન ભલે પોતાની પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય અને ભલે ખાવા ધાન ન હોય પણ ભારતમાં પલીતો ચાંપવા માટે નો કોઇ મોકો ગુમાવતું નથી […]

Uncategorized
56f07fe3eb81c7883d668913a32b9e4a PMની સંભવીત ગુજરાત મુલાકાત પૂર્વે જ ગાંધીનગર માંથી ઝડપાઇ ભારત-પાકિસ્તાનની નકલી ચલણી નોટો

ગુજરાત દેશનાં અનેક રાજ્યોમાંનું એક એવુ રાજ્ય છે કે, જે દુષ્મન દેશ પાકિસ્તાનની સાથે પોતાની સરહદો શરે કરે છે. કાફિરી કરવામાં તો પાકિસ્તાન એટલે નામ જ કાફી તે વાત વિદિત છે. પાકિસ્તાન ભલે પોતાની પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય અને ભલે ખાવા ધાન ન હોય પણ ભારતમાં પલીતો ચાંપવા માટે નો કોઇ મોકો ગુમાવતું નથી અને આવુ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. પાકિસ્તાનનો આવો જ એક નવો કારસો સામે આવી રહ્યો છે. 

ગુજરાત(ભારત)પાકિસ્તાનની સરહદે કાયમ તણાવની સ્થિતિ હોય છે અને તેમા પણ હાલ તો કચ્છ સહિતની ગુજરાત આઠ બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ જાહેર થઇ ચૂકી છે, ત્યારે તંત્ર પાકિસ્તાન પ્રેરીત કોઇ પણ ભાંગફોળીયા વૃતીની આશંકા સાથે તંત્ર એલર્ટ મોડ પર હોય તે સ્વાભાવીક છે. વળી નજીકનાં દિવસોમાં ભારતનાં વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને બરોબર આવા સમયે જ ગુજરાત ATS ની ટીમે મોડી રાત્રે ગાંધીનગરના ચિલોડા નજીક ઓપરેશન હાથ ધરી ચાર ઈસમોને બનાવટી ભારતીય ચલણી નોટો અને પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હોવાના વિગતો સામે આવી રહી છે.

ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસે હાથ ધરેલા આ ઓપરેશન અંગે હજુ સતાવાર વિગતો આવવાની બાકી છે. મંગળવારની મોડીરાત્ર સુધી આ ઓપરેશન ચાલું હતું સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે,જોકે ગુજરાત ના પાટનગર નજીક જ પાકિસ્તાન કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને સામે ચુંટણીઓ હોય આ ઈસમો નો હેતુ શુ છે વગરે બાબતો તપાસ બાદ જ બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews