Not Set/ PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિવાળીનાં દિવસે 112 કંટ્રોલ રૂમનાં ટ્વિટર હેન્ડલ પર દીપક શર્મા નામનાં એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો. જેમાં PM અને CM પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાનું લખવામાં આવ્યું છે.

Top Stories India
PM અને CM ને મળી ધમકી

દેશનાં સૌથી લોકપ્રિય નેતા અને તાજેતરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM યોગીને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બોમ્બથી હુમલો કરવાની ધમકી 112 કંટ્રોલ રૂમનાં ટ્વિટર હેન્ડલ પર મોકલવામાં આવી હતી. ધમકીની પોસ્ટ મળતા મામલાની ગંભીરતાને જોતા તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો – ભાવમાં ઘટાડો / દેશમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ક્યા રાજ્યમાં મળે છે? તફાવત જાણી ચોંકી જશો

દિવાળીનાં દિવસે 112 કંટ્રોલ રૂમનાં ટ્વિટર હેન્ડલ પર દીપક શર્મા નામનાં એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો. જેમાં PM અને CM પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાનું લખવામાં આવ્યું છે. ટ્વીટમાં અન્ય કેટલાક વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેસીપી ક્રાઈમ નિલાબ્જા ચૌધરીનાં જણાવ્યા અનુસાર, ધમકીભર્યું ટ્વીટ મોકલનાર ટ્વિટર હેન્ડલ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેસીપીનાં જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અરાજક તત્વો તરફથી ધમકી મળી હોય. PM અને CM સિવાય ભાજપનાં અન્ય નેતાઓને પણ ધમકીભર્યા પત્રો અને સંદેશાઓ મળી રહ્યા છે. આ પહેલા યુપીનાં ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. યુપીનાં ઉન્નાવનાં ભાજપનાં સાંસદ સાક્ષી મહારાજને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સાક્ષી મહારાજને છેલ્લા ઓક્ટોબર મહિનામાં સાઉદી અરેબિયાથી ફોન પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સાક્ષી મહારાજની ફરિયાદ પર પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી. આ કેસમાં પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. સફીપુર પોલીસ અધિકારી બિનુ સિંહે જણાવ્યું હતું કે, સાંસદ સાક્ષી મહારાજનાં પ્રતિનિધિ હસનૈન બકાઈએ સફીપુર કોતવાલી ખાતે દાખલ કેસમાં આરોપ લગાવ્યો હતો કે એક વ્યક્તિએ ફોન પર સાંસદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ મામલામાં કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં સગીર નામનાં યુવકનું નામ સામે આવ્યું હતું. આ પછી સફીપુરનાં રહેવાસી સઈદ અહેમદ નામનાં વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – કૃષિ આંદોલન / ખેડૂત આંદોલન મુદ્દે કઇ બોલીશ તો દિલ્હીથી આવી જશે ફોન : સત્યપાલ મલિક

ઓક્ટોબરનાં અંતમાં યુપીનાં 46 રેલ્વે સ્ટેશનોને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા ધમકી આપવામાં આવી હતી. 46 સ્ટેશનમાં હરિદ્વાર, અયોધ્યા અને વારાણસી જેવા તીર્થસ્થાનોનો પણ સમાવેશ થાય છે. બાતમી અલર્ટ મળ્યા બાદ રેલ્વે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. PDDU જંક્શન, વારાણસી કેન્ટ સ્ટેશન સહિત અન્ય સ્ટેશનો પર તકેદારી વધારવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાએ યુપીમાં વારાણસી, ગોરખપુર, લખનઉ, પ્રયાગરાજ, કાનપુર સહિત 46 રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી.