Gujarat/ એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે રાજકોટ આગમન, PMOના શેડ્યુલની રાહ

રાજકોટમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ રહેલી એઇમ્સના ખાત મુહર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે અને તે માટે એઈમ્સ અધિકારીઓને તેમજ તંત્ર તૈયારી કરી રાખવા માટે પ્રધાનમંત્રી

Top Stories
pm modi

રાજકોટમાં અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થઈ રહેલી એઇમ્સના ખાત મુહર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે અને તે માટે એઈમ્સ અધિકારીઓને તેમજ તંત્ર તૈયારી કરી રાખવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં થી સૂચના આપી દેવામાં આવી છે. રાજકોટ એઈમ્સનું ખાતમુર્હત કરવા માટે વડાપ્રધાન આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંગેની ઘોષણા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રારંભિક સત્રમાં કરી હતી. તેમજ સંભવિત 31 ડિસેમ્બરની તારીખ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

cm
at

santa claus / કોઈ સાન્તાક્લોઝ આવશે અને ખુશ કરી જશે…..? બાળકને સત્ય સ…

રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે તેઓને આ અંગેની જાણ હજુ સુધી મૌખિક રીતે કરવામાં આવી છે કે વડાપ્રધાન કદાચ રાજકોટ 31મીએ ખાસ એઇમ્સના ખાતમુહૂર્ત માટે આવી શકે છે. વડાપ્રધાનનો રાજકોટમાં આ સિવાયના અન્ય કાર્યક્રમો થશે તે અંગેની વિગતો પણ હજુ સુધીમાં આવી નથી પરંતુ એકાદ દિવસમાં અંગેના સૂચનો પ્રાપ્ત થઈ જશે.

AIIMS: Rajkot to get AIIMS soon | Rajkot News - Times of India

 

રાજકારણ / કાશ્મીરમાં ભાજપનું પ્રદર્શન સારુ પણ મંજીલ હજી ઘણી દૂર……

તેઓએ વધુમાં જાણકારી આપી હતી કે ઈમેઇલ દ્વારા આ જાણકારી માટેનું શેડ્યૂલ પ્રાપ્ત થશે ત્યારબાદ તેઓની રાજકોટના આગમન અંગે ફાઇનલ નિર્ણય લેવાશે. હાલમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં થી પ્રાપ્ત થાય તેની રાહ જોવામાં આવી રહી છે.

Cricket / બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં થયા આ ફેરફાર, આ બે ખેલાડી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…