PM Modi/ PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી

PM Modiએ ભારતને જી20નું પ્રમુખપદ મળ્યા પછી સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકનું મુખ્ય ધ્યેય બધા પાસેથી સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપવાનું હતું.

India
G 20 Modi PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી
  • મોદીની વિવિધ મુખ્યપ્રધાનો અને રાજકીય પક્ષોના વડા સાથે વાતચીત
  • જી20 અધ્યક્ષપદ ભારત માટે મોટા ગૌરવ સમાન
  • દેશના દરેક ભાગને તેનું કૌવત બતાવવાની તક
  • જી-20 બેઠક અર્થતંત્ર અને પ્રવાસન્ માટે મોટી તક સમાન
  • એક વર્ષમાં ભારતમાં જી-20ની 100 બેઠકો યોજાશે

PM Modiએ ભારતને જી20નું પ્રમુખપદ મળ્યા પછી સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકનું મુખ્ય ધ્યેય બધા પાસેથી સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપવાનું હતું. આ સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનો અને વિવિધ રાજકીય પક્ષોના વડાઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સર્વપક્ષીય બેઠકનું અધ્યક્ષપદ વડાપ્રધાન મોદીએ સંભાળ્યુ હતુ. સર્વપક્ષીય બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. જ્યારે ટીઆરએસના વડા અને તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ બેઠકમાં હાજર રહ્યા ન હતા.

Modi jagan PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી

સોમવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, વડાપ્રધાને ભારત માટે G20 અધ્યક્ષપદના મહત્વ અંગે જાણકારી આપીને વિવિધ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી, ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન અને બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક પણ આ બેઠકમાં હાજર હતા. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી અને રાજ્યના ભૂતપૂર્વ સીએમ અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર હતા.

Modi Kejarival PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી

આ બેઠકમાં દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. વિદેશ પ્રધાન એસ જયશંકર, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ આ G20 પર બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી પણ હાજર રહ્યાં હતા. પ્રહલાદ જોશીએ સર્વપક્ષીય બેઠકની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

Modi Khadage PM Modiએ G20 સમિટ માટે સૂચનો મેળવવા સર્વપક્ષીય બેઠક બોલાવી

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિવિધ G20 કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસેથી સહકાર માંગ્યો હતો. તેમણે કહ્યું કે G20 પ્રેસિડેન્સી ભારતના મોટા મહાનગરોની બહાર પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આ દરમિયાન દેશના દરેક ભાગની વિશિષ્ટતા લાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું G20 પ્રમુખપદ સમગ્ર રાષ્ટ્ર માટે છે, G20 પ્રમુખપદ વિશ્વને પોતાની તાકાત બતાવવાની અનોખી તક છે. ભારતના G20 પ્રમુખપદે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે વિશાળ તકો લાવશે.

આ પણ વાંચોઃ

Himachal Election 2022/ હિમાચલમાં 40 સીટો સાથે BJP બની સૌથી મોટી પાર્ટી, જાણો AAP અને કોંગ્રેસની હાલત

Bharat Jodo Yatra/ લોકો મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા, રાહુલ ગાંધીએ આપ્યું આવું રિએક્શન: VIDEO