Not Set/ જયારે કુદરતની સુંદરતાથી આકર્ષાયા પીએમ મોદી, તો બની ગયાં ફોટોગ્રાફર, અહી જુઓ ખાસ તસ્વીરો

સિક્કિમનાં પહેલાં એરપોર્ટ પાકયોંગ એરપોર્ટનું ઉદઘાટન પીએમ મોદીનાં હાથે કરવામાં આવ્યું. આ એરપોર્ટ દેશનું 100 મું એરપોર્ટ બની ગયું છે. સિક્કિમનાં સુંદર પહાડો વચ્ચે આવેલ પાકયોંગ એરપોર્ટના મનમોહક દ્રશ્યો જોઇને પીએમ મોદી મોહિત થઈ ગયા હતા. સામાન્ય વ્યક્તિની જેમ પીએમ મોદીએ પણ કુદરતનાં આ સુંદર દ્રશ્યોથી આકર્ષાયને પોતાનો ફોન કાઢી એમાં ફોટા લેવાનાં શરુ કરી […]

India Trending
modi pakyong airport જયારે કુદરતની સુંદરતાથી આકર્ષાયા પીએમ મોદી, તો બની ગયાં ફોટોગ્રાફર, અહી જુઓ ખાસ તસ્વીરો

સિક્કિમનાં પહેલાં એરપોર્ટ પાકયોંગ એરપોર્ટનું ઉદઘાટન પીએમ મોદીનાં હાથે કરવામાં આવ્યું. આ એરપોર્ટ દેશનું 100 મું એરપોર્ટ બની ગયું છે. સિક્કિમનાં સુંદર પહાડો વચ્ચે આવેલ પાકયોંગ એરપોર્ટના મનમોહક દ્રશ્યો જોઇને પીએમ મોદી મોહિત થઈ ગયા હતા. સામાન્ય વ્યક્તિની જેમ પીએમ મોદીએ પણ કુદરતનાં આ સુંદર દ્રશ્યોથી આકર્ષાયને પોતાનો ફોન કાઢી એમાં ફોટા લેવાનાં શરુ કરી દીધા હતા. ત્યાં ઉપસ્થિત લોકો માટે આ એક અદભુત ક્ષણ હતી.

modi pakyong airport 1 જયારે કુદરતની સુંદરતાથી આકર્ષાયા પીએમ મોદી, તો બની ગયાં ફોટોગ્રાફર, અહી જુઓ ખાસ તસ્વીરો
PM modi clicks a picture of nature’s beauty at Pakyong Airport in his phone

આ ફોટોને પોતાનાં સોશિયલ મીડિયા પર પીએમે શેર કર્યા હતા અને સાથે  નો હેશ ટેગ પણ યુઝ કર્યો હતો. આ ભારતીય ટુરીઝમની ટેગલાઈન છે. એરપોર્ટનું ઉદઘાટન કરતા મોદીએ કહ્યું હતું કે, આ દેશ માટે એક ઐતહાસિક દિવસ છે.

એરપોટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનાં કહેવા મુજબ, આ એરપોર્ટના નિર્માણમાં 620 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને આ એરપોર્ટને બનતાં 10 વર્ષનો સમય લાગ્યો છે.

આ ઉપરાંત મોદીએ પોતાનાં ટ્વીટર પર સિક્કિમની કુદરતી સૌન્દર્યતાના ફોટો પણ શેર કર્યા હતા અને કેપ્શન પણ લખ્યું હતું કે, ‘સિક્કિમ જતી વખતે રસ્તામાં આ ફોટો પાડ્યા. મોહક અને અદભુત.’ સાથે નો હેશ ટેગ પણ યુઝ કર્યો હતો.