Rajkot/ PM મોદીએ રાજકોટના રેશનકાર્ડ ધારક નયનાબેન જોશી સાથે કર્યો સંવેદનાસભર સંવાદ

નયનાબેન શું વ્યવસાય કરે છે તે અંગે સંવાદ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. બાળકોને અભ્યાસ કરાવવા તેમજ સરકારશ્રીની યોજના નો લાભ લેવા તેમજ નયનાબેન જેવા પરિવારોના અમારા પર આશીર્વાદ છે, તેમ જણાવ્યું હતું.

Top Stories Gujarat
today modi PM મોદીએ રાજકોટના રેશનકાર્ડ ધારક નયનાબેન જોશી સાથે કર્યો સંવેદનાસભર સંવાદ

ધ્રુવ કુંડેલ, રાજકોટ @મંતવ્ય ન્યૂઝ

પ્રધાનમંત્રીએ કહ્યું રાજકોટનો હું ઋણી છું: કોરોના કાળમાં સરકાર  દ્વારા વિનામૂલ્યે અનાજ મળતા પરિવારને ખુશી છે: નયનાબેન ભાવેશભાઇ જોશી

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ વિનામૂલ્યે અનાજ વિતરણ યોજના ના લાભાર્થી શ્રીમતિ નયનાબેન સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે રાજકોટનો હું ઋણી છું. રાજકોટ થી ચૂંટાઈને લોકોએ ધારાસભ્ય તરીકે બહુમાન આપ્યા અંગેના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા.
લાભાર્થી નયનાબેન શું વ્યવસાય કરે છે તે અંગે સંવાદ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. બાળકોને અભ્યાસ કરાવવા તેમજ સરકારની યોજનાનો લાભ લેવા તેમજ નયનાબેન જેવા પરિવારોના અમારા પર આશીર્વાદ છે, તેમ જણાવ્યું હતું. કોરોના કાળમાં વિનામૂલ્યે અનાજ મળ્યું તે અંગે પરિવારમાં ખુબ ખુશી છે તેમ નયનાબેન એ વડાપ્રધાન ને સંવાદ દરમિયાન જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નયનાબેન રહ્યા વિસ્તારમાં શાળામાં સફાઈ કાર્ય કરે છે. વડાપ્રધાન  સાથે સંવાદ કરવા નો અવસર મળતા નયનાબેન એ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

કૃષિમંત્રી આર.સી.ફળદુ ના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ 
રાજકોટમાં જામ ટાવર રોડ કલેકટર કચેરી સામે ગવર્મેન્ટ એમ્પ્લોપ સ્ટોર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ સમારોહ યોજાયો.આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે સુશાસન ચલાવી ગરીબો ખેડૂતો મહિલાઓ સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદનાસભર અનેક યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સેવાયજ્ઞ કર્યો છે .પાંચ વર્ષના લોકસેવાના કાર્યો પ્રજા સમક્ષ મુકી જન-જનની સેવા કરવાનો અમારો સંકલ્પ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં અન્ન વિતરણ ના રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં વિડીયો લિંકથી સમગ્ર કાર્યક્રમ લાભાર્થીઓએ નિહાળ્યો હતો. નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનનું પ્રવચન અને રાજ્યના વિવિધ સ્થળોએ લાભાર્થી સાથેનો સંવાદ પણ લાભાર્થીઓ અને મહાનુભાવોએ સાંભળ્યો હતો.આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી હર્ષિદાબેન શાહ ,પ્રવક્તા  રાજુભાઇ ધ્રુવ, કોર્પોરેટર  મનીષભાઈ કલેકટર અરુણ મહેશ બાબુ ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

sago str 1 PM મોદીએ રાજકોટના રેશનકાર્ડ ધારક નયનાબેન જોશી સાથે કર્યો સંવેદનાસભર સંવાદ