Not Set/ PM મોદીએ 8 રાજ્યોનાં CM સાથે યોજી બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યાં હાજર

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાનાં નવા કેસ અને મોતની સંખ્યા વધવાની સાથે જ સ્થિતિ વણસતી જાઇ રહી હોય તેવુ જોવામાં આવી રહ્યુ છે. ત્યારે ફરી એક વખત

Top Stories India
vishvas ghat 4 PM મોદીએ 8 રાજ્યોનાં CM સાથે યોજી બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યાં હાજર
  • PM મોદીએ 8 રાજ્યોનાં CM સાથે યોજી બેઠક
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યાં હાજર
  • ગુજરાતનાં CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયા
  • CMએ ગુજરાતની સ્થિતિ મુદ્દે PM મોદી સાથે કરી ચર્ચા
  • અમદાવાદ-અન્ય શહેરોમાં વધારાઇ બેડની સંખ્યા
  • 55 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ
  • હજી 45 હજાર જેટલા બેડ હજુ પણ ખાલી
  • જનરલ સર્વેલન્સ અને કોમ્યુ.સર્વેલન્સની વધારાઇ કામગીરી
  • વર્ચ્યૂઅલ બેઠકમાં નીતિન પટેલ,સચિવ અનિલ મુકીમ
  • કૈલાસનાથન સહિત અગ્રણીઓ જોડાયા

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાનાં નવા કેસ અને મોતની સંખ્યા વધવાની સાથે જ સ્થિતિ વણસતી જાઇ રહી હોય તેવુ જોવામાં આવી રહ્યુ છે. ત્યારે ફરી એક વખત પીએમ મોદીએ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત 8 રાજ્યમા મુખ્યમંત્રી સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ રાજ્યોમાં કોરોના વિસ્ફોટ, સ્થિતિ બેકાબૂ
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નવા કેસ ભલે 50 હજારની અંદર આવી રહ્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશના આવા 5 રાજ્યોના ટ્રેન્ડ પર નજર નાખીએ તો દિલ્હી તેમા પહેલા નંબરે છે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે કેરળ, પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર ચોથા નંબરે અને હરિયાણા પાંચમાં નંબરે છે. આ રાજ્યોમાં ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો કે, ગુજરાતની સ્થિતિ પણ આવા રાજ્યોમાં જ છે જ્યાં કોરોના સંક્રમણ હાલ બેકાબૂ જોવામાં આવી રહ્યું છે.

કોવિડ-19 રસી વિતરણ અંગે રણનીતિ
મળતી માહતી મુજબ કેન્દ્ર તરફથી સતત એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે જ્યારે પણ કોરોનાની રસી ઉપલબ્ધ થશે, ત્યારે તેના માટે યોગ્ય રીતે વિતરણની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ રસી તૈયાર થવાની દિશામાં છે જેમાંથી ચાર પરીક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલા કે બીજા તબક્કામાં છે. હાલ કોરોના સામે લડત લડી રહેલા દેશને પણ આ બેઠકનો ઈન્તેજાર છે કારણ કે મહામંથનથી મળનારા કોરોના વિજયના ફોર્મ્યુલાની બધા વાટ જોઈ રહ્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….