ગુજરાત/ PM મોદી મુલાકાતના બીજા દિવસે બનાસ ડેરી પહોંચ્યા, મહિલાઓ સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે બનાસકાંઠાની બનાસ ડેરી પહોંચ્યા છે. પીએમ મોદી ડેરી પ્લાન્ટ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

Top Stories Gujarat
Untitled 19 5 PM મોદી મુલાકાતના બીજા દિવસે બનાસ ડેરી પહોંચ્યા, મહિલાઓ સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે બનાસકાંઠાની બનાસ ડેરી પહોંચ્યા છે. પીએમ મોદી ડેરી પ્લાન્ટ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. અંહી પહોચી તેમણે મહિલાઓ સાથે મૌલકત કરી હતી. તો સાથે શંકર ચોધરી સાથે તેમણે પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું.

PM મોદી જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રસંગે તેમના મોરિશિયન સમકક્ષ પ્રવિંદ કુમાર જુગનાથ અને WHOના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ હાજર રહેશે. બનાસકાંઠા ખાતે નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ રૂ. 600 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. નવા ડેરી સંકુલમાં દરરોજ આશરે 30 લાખ લિટર દૂધ, 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન ચીઝ અને છ ટન ચોકલેટનું ઉત્પાદન થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેરી પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ બપોરે 3:30 વાગ્યે બીજા કાર્યક્રમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના દેવપર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદનનું કામ કરે છે. અગાઉ જે દૂધનું ઉત્પાદન થતું હતું તે એટલું વપરાતું નહોતું અને દૂધ બગડી જતું હતું. પરંતુ જ્યારથી બનાસ ડેરી બની છે ત્યારથી અહીંની મહિલાઓ દ્વારા ઉત્પાદિત તમામ દૂધ ખરીદવામાં આવે છે. જેના કારણે તેમની આવક પણ વધી રહી છે અને દૂધ પણ બગડતું નથી.

 

3 લાખ મહિલાઓને સંબોધિત કરશે
બનાસ ડેરીના અન્ય ઘણા પ્રોજેક્ટનું વડાપ્રધાન દ્વારા ઈ-લોન્ચ કરવામાં આવશે. તેમાં ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી સ્ટેશન પણ સામેલ છે. ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)માં 4 નવા ગોબર ગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.વડાપ્રધાન દ્વારા જિલ્લાના લોકોના પ્રોત્સાહિતને લઈને જિલ્લાની ગ્રામીણ મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્ઘાટન બાદ મોદી બનાસકાંઠા જિલ્લાની લગભગ 3 લાખ મહિલાઓને સંબોધિત કરશે.

 

Untitled 19 4 PM મોદી મુલાકાતના બીજા દિવસે બનાસ ડેરી પહોંચ્યા, મહિલાઓ સાથે કરી મુલાકાત