Not Set/  બિહારના મોકામામાં 4000 કરોડ રૂપિયાની યોજનાઓ લોન્ચ કરતા પીએમ મોદી

બિહારની મુલાકાતે પટના પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના યુનિવર્સીટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપ્યા બાદ મોકામા પહોચ્યા છે. મોકામા ખાતે પીએમ મોદીએ 4000 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં નેશનલ હાઇવે સંબંધિત રૂ. 3031 કરોડના ચાર પ્રોજેક્ટ્સ અને 738.04 કરોડની ત્રણ યોજનાઓનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોકામામાં એક જાહેર સભાને પણ સંબોધશે […]

Top Stories
 બિહારના મોકામામાં 4000 કરોડ રૂપિયાની યોજનાઓ લોન્ચ કરતા પીએમ મોદી

બિહારની મુલાકાતે પટના પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના યુનિવર્સીટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપ્યા બાદ મોકામા પહોચ્યા છે. મોકામા ખાતે પીએમ મોદીએ 4000 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં નેશનલ હાઇવે સંબંધિત રૂ. 3031 કરોડના ચાર પ્રોજેક્ટ્સ અને 738.04 કરોડની ત્રણ યોજનાઓનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોકામામાં એક જાહેર સભાને પણ સંબોધશે અને ત્યારબાદ તેઓ પટણા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

આ પહેલા પીએમ મોદી પટણાના પ્રસિદ્ધ મ્યુઝિયમની મુલાકાતે પણ ગયા હતા. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી ઉપરાંત શાસક ગઠબંધનના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.