Not Set/ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે PM મોદીની બેઠક પહેલા જ હાઇસ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં બંધ કરાયું

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35એ પર કોઇ સમજૂતિ નહીં કરવા પર સહમતિ સધાઇ હતી. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ-જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું.

Top Stories India
indira gandhi 13 જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે PM મોદીની બેઠક પહેલા જ હાઇસ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં બંધ કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજાધાની દિલ્હીની અંદર આવતીકાલે જમ્મુ કાશ્મીરને લઇને એક મહત્વની બેઠક યોજાવાની છે. જેને લઇ ગૃહવિભાગ તરફતી સરહદથી લઇને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના તમામ રાજકિય પક્ષોના નેતાઓ સામેલ થશે. બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં ગુપકાર નેતાઓએ પણ ચર્ચા યોજી હતી. આ બેઠકમાં ફારુખ અબ્દુલ્લા પણ સામેલ થવાના હતા જોકે છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું છે.

  • ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં થશે સામેલ
  • બેઠક પહેલા હાઇસ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં બંધ કરાયું
  • એલઓસી પર 48 કલાકનું એલર્ટ જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 જૂનના રોજ કાશ્મીરના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમા જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય અંગે ચર્ચા થશે. બીજી બાજુ કાશ્મીરના રાજકીય પક્ષોના સંગઠન પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશનએ વડાપ્રધાન સાથે મુલાકાત કરવા અંગે નરમ વલણ અપનાવ્યું છે. જોકે આ બેઠક પહેલા ગુપકાર સંગઠને જે બેઠક યોજી હતી તેમાં સર્વસંમતિથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35એ પર કોઇ સમજૂતિ નહીં કરવા પર સહમતિ સધાઇ હતી. 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ-જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું.

  • પીએમ મોદી તરફથી અપાયું નિમંત્રણ
  • 8 રાજકીય પક્ષોના 14 નેતાને આમંત્રણ
  • રાષ્ટ્રપતિ શાસન, ચૂંટણી અને કલમ 370 પર થશે ચર્ચા

હવે PM મોદીની મુલાકાતને કેન્દ્ર તરફતી જમ્મુ-કાશ્મીરમાં જમ્હુરિયત યથાવત રાખવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે 8 રાજકીય પક્ષોના 14 નેતાને બેઠકમાં બોલાવ્યા છે. 5 ઓગસ્ટ,2019 બાદ પ્રથમ વખત કેન્દ્ર કાશ્મીરી નેતાઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યું છે. તેને લીધે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે. કેન્દ્ર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ભાગ લેશે. ભાજપના જમ્મુ-કાશ્મીર યુનિટના પ્રમુખ રવિંદર રૈના, PDP મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના ચીફ અલ્તાફ બુખારી, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલા, CPM નેતા એમવાય તારિગામી, કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર યુનિટના વડા જીએ મીર પણ ભાગ લેશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ગુલામ બની આઝાદ અને ઉમર અબ્દુલ્લાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.