કૃષિ આંદોલન/ PM મોદીએ ખેડૂતોને આપ્યું આશ્વાસન – સરકાર તેમની સાથે વાત કરવા હંમેશા તૈયાર

કેન્દ્ર સરકાર કૃષિ કાયદાનાં મુદ્દા અંગેનાં પોતાના નિર્ણય પર અડગ છે. સરકાર આ કાયદા પાછા ખેંચવાની તરફેણમાં નથી…..

India
police attack 41 PM મોદીએ ખેડૂતોને આપ્યું આશ્વાસન - સરકાર તેમની સાથે વાત કરવા હંમેશા તૈયાર

કેન્દ્ર સરકાર કૃષિ કાયદાનાં મુદ્દા અંગેનાં પોતાના નિર્ણય પર અડગ છે. સરકાર આ કાયદા પાછા ખેંચવાની તરફેણમાં નથી. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે. આજે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કહ્યું છે કે, જે બાબતો ખેડૂતો સાથેની વાટાઘાટમાં કહેવામાં આવી હતી, જે શરતો સંમત થઈ હતી, તે હજી પણ અકબંધ છે. PM નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું છે કે, અમે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છીએ.

કૃષિ કાયદા પર ચર્ચાની વિપક્ષની માંગ સરકારે પણ સ્વીકારી લીધી છે. એટલે કે સંસદમાં કૃષિ કાયદા પર ચર્ચા થશે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ ટીએમસી અને અન્ય પક્ષોનાં નેતાઓએ કૃષિ કાયદા અને દિલ્હીમાં ખેડૂત આંદોલન મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરી હતી, જેના પર સરકારે સંમતિ આપી હતી. કેન્દ્રીય સંસદીય બાબતોનાં પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિપક્ષે ખેડૂતોનાં મુદ્દે ચર્ચાની માંગ કરી છે, જેના માટે અમે સહમત છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. જેમાં લગભગ તમામ પક્ષોએ ભાગ લીધો હતો. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીનાં સુદીપ બંદ્યોપધ્યાય, શિવસેનાનાં સાંસદ વિનાયક રાઉત અને શિરોમણિ અકાલી દળનાં બલવિંદરસિંહ ભુંડરે ખેડૂત આંદોલન પર વાત કરી હતી. જ્યારે બિહારમાં ભાજપનાં જેડીયુએ કૃષિ કાયદાને ટેકો આપ્યો છે.

કૃષિ આંદોલન / સિંધુ સહિતની 3 બોર્ડર પર ઈન્ટરનેટ સેવા 31 જાન્યુઆરી સુધી બંધ, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ

pocso act / POCSO  કેસમાં વિવાદિત ચુકાદો આપનાર બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશની કાયમી નિમણૂક પર સુપ્રીમનો સ્ટે

NEW DELHI / દિલ્હીમાં IED બ્લાસ્ટ બાદ અનેક શહેરો હાઇ એલર્ટ પર, ગૃહમંત્રી અમિત શાહે રદ્દ કર્યો પશ્ચિમ બંગાળ પ્રવાસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો