Gujarat Election/ PM મોદીએ લાઇનમાં ઉભા રહીને રાણીપ સ્કૂલમાં કર્યું મતદાન, જન મેદનીનું અભિવાદન કર્યું

ગુજરાત વિધાનસભાના બીજા તબકકા માટે મતદાન શરૂ થઇ ગયું છે ,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે રાણીપની સ્કૂલમાં મતદાન કર્યું છે

Gujarat Gujarat Assembly Election 2022
Prime Minister Modi voted  
  • વડાપ્રધાન મોદીએ રાણીપની સ્કુલમાં કર્યુ મતદાન
  • વડાપ્રધાન મોદીએ લાઇનમાં ઉભા રહી કર્યુ મતદાન
  • વડાપ્રધાન મોદીને નિહાળવા વિશાળ જનમેદની ઉમટી
  • રાણીપની નિશાન સ્કુલમાં વડાપ્રધાને કર્યુ મતદાન
  • વડાપ્રધાને મતદાન કરી પોતાની ફરજ નિભાવી
  • વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કર્યુ

Prime Minister Modi voted       ગુજરાત વિધાનસભાના બીજા તબકકા માટે મતદાન શરૂ થઇ ગયું છે ,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે રાણીપની સ્કૂલમાં મતદાન કર્યું છે.વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા આજે  પણ બરકરાર છે. રાણીપની નિશાન સ્કૂલમાં  પ્રધાનસેવકે લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતદાન મથકે સુધી ચાલીને ગયા હતા આ સમયગાળા દરમિયાન વિશાળ જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે.

નોંધનીય છે કે ગુજરાતમાં પહેલા તબક્કાની 89 બેઠકોની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ દાખવેલી નિરસતા રાજકીય પક્ષો અને લોકશાહીની ઉદ્દાત ભાવના સામે ચિંતા ઉપજાવનારી છે. કદાચ મતદારોના મનમાં એવી હતાશા ઉભી થઈ હશે કે ભાજપ આવે કે કોંગ્રેસ બધા સરખા જ છે ને? કોંગ્રેસ તરફી હોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો તે ભાજપમાં જતો રહેવાનો છે. ભાજપના શાસનમાં વિકાસની ગુલબાંગો વચ્ચે મોંઘવારી અને બેરોજગારીનો ભરડો તો છે જ ને?

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.ચૂંટણીની તમામ માહિતી માટે પહેલા અગ્રેસર સમાચાર મેળવવા માટે લાઇવ ટીવી પર ક્લિક કરીને જોઇ શકશો

 

Gujarat Election/વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો આ મતદાન મથક પર મત નાંખશે,જાણો

Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં અંતિમ તબક્કાની 93 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોની વિશ્વસનીયતા