France News/ PM મોદી આજથી ફ્રાન્સની મુલાકાતે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સંયુક્ત રીતે AI એક્શન સમિટની અધ્યક્ષતા કરશે

AI સમિટ બાદ PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સની CEO સમિટને સંબોધિત કરશે.

Top Stories World Breaking News

France News: ફ્રાન્સ(France)ના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન(President Emmanuel Macron)ના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટના સહ-અધ્યક્ષ હશે. AI સમિટ બાદ PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સની CEO સમિટને સંબોધિત કરશે.

PM Modi to visit France on February 11, will co-chair AI Summit with French President Macron, says MEA

ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે

PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ કરશે. 12 ફેબ્રુઆરીએ, બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ માર્સેઇલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ(Consulate General)નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ PM મોદી ફ્રાન્સથી અમેરિકા જશે.

AI ના જોખમો પર ચર્ચા કરવામાં આવશે

વિદેશી મીડિયાના જણાવ્યા અનુસાર વિશ્વભરના નેતાઓ AIના પડકારો અને જોખમો પર વિચાર-વિમર્શ કરશે. આ સમિટનો ઉદ્દેશ્ય ટેકનોલોજી દ્વારા ઉભા થતા અસંખ્ય જોખમોને પહોંચી વળવા અને બધાને લાભ આપવા માટે AI ની ક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધવાનો છે.

AI Summit is going to be held in Paris | Paris Ai Summit

આ દિગ્ગજો સમિટમાં ભાગ લેશે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (J D Vance) પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. તેઓ પેરિસમાં AI સમિટમાં હાજરી આપશે, જ્યારે ચીન(China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Presidet Xi Jinping) તેમના ખાસ રાજદૂતને મોકલશે. યુરોપિયન કમિશન(European Commission)ના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન 80 દેશોના અધિકારીઓ અને CEO સાથે ભાગ લઈ રહ્યા છે, જેમાં ઓપનએઆઈ(Open AI)ના CEO સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટ(Microsoft)ના પ્રમુખ બ્રેડ સ્મિથ અને ગૂગલ(Google)ના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે.

AI પર ચીન અને અમેરિકા વચ્ચે નવો સંઘર્ષ

UKમાં 2023માં યોજાયેલી સમિટમાં 28 દેશોએ AIથી થતાં જોખમોથી બચવા મળીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પરિષદ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ચીનનું ઓછા ખર્ચે વિકસિત AI ટૂલ ડીપસીકે (DeepSeek) ટેકનોલોજીકલ વર્ચસ્વને લઈને બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે ભૂ-રાજકીય (Geo-Political) મુકાબલો વધારી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફિટનેસ એપે ફ્રાન્સની 4 ન્યુક્લિયર સબમરીન સાથે જોડાયેલી ગુપ્ત માહિતી કરી હતી લીક

આ પણ વાંચો:ફ્રાન્સના માયોટમાં 100 વર્ષમાં સૌથી મોટું તોફાન, 1 હજારથી વધુ લોકોના મૃત્યુની આશંકા

આ પણ વાંચો:ફ્રાન્સનો અનોખો બનાવઃ 50 અજાણ્યા દ્વારા બેભાન પત્ની પર પતિએ કરાવ્યો રેપ