માયોટ આફ્રિકાના પૂર્વ કિનારે હિંદ મહાસાગરમાં મેડાગાસ્કરની પશ્ચિમે સ્થિત છે. માયોટ યુરોપિયન યુનિયનનો સૌથી પછાત વિસ્તાર છે. તેના પર ફ્રાન્સ(France)નો કબજો છે. તે યુરોપિયન દેશથી 7,837 કિમી દૂર છે. ચિડોને છેલ્લા 100 વર્ષમાં માયોટમાં ત્રાટકેલું સૌથી ખરાબ તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા છે કે ઓછામાં ઓછા 1,000 લોકોના મોત થયા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આ વાવાઝોડાએ એટલી બધી તબાહી મચાવી છે કે લોકો તેને પરમાણુ બોમ્બ સાથે સરખાવી રહ્યા છે. ફ્રાન્સની રેસ્ક્યુ ટીમ સહિત બચાવકર્મીઓ કાટમાળમાં બચેલા લોકોને શોધી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચિડો એ લેવલ-4 તોફાન હતું જે શનિવાર-રવિવારે દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાંથી પસાર થયું હતું. પ્રથમ તેણે મેડાગાસ્કરમાં વિનાશ સર્જ્યો હતો પરંતુ તેની સૌથી વધુ અસર માયોટમાં થઈ હતી. આ પછી તે મોઝામ્બિક તરફ આગળ વધ્યું. હાલમાં તોફાન નબળું પડ્યું છે. માયોટના અધિકારીઓએ જણાવ્યું કે ચક્રવાતને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થયું છે. વીજતંત્ર ઠપ્પ થઈ ગયું છે. રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માયોટની વસ્તી 3 લાખ 20 હજાર છે. તેમાંથી હજારો લોકો ખોરાક, પાણી અને આશ્રયની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. લોકોને 3 દિવસથી પાણી પણ મળતું નથી અને ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.
![]()
માયોટમાં મામૂદજોઉના રહેવાસી મોહમ્મદ ઇસ્માઇલે રોઇટર્સને કહ્યું: “એવું લાગે છે કે આપણે પરમાણુ પછીના યુગમાં પહોંચી ગયા છીએ. મેં મારી સામે એક આખો પડોશ ગાયબ થતો જોયો છે.”
ફ્રેન્ચ મિલિટરી એરિયલ ફૂટેજ બતાવે છે કે ગામડાઓ કાટમાળમાં ધકેલાઈ ગયા છે. ફ્રાન્સના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, માયોટ યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ વિસ્તાર છે. માયોટમાં આશરે 1 મિલિયન ગેરકાયદે વસાહતીઓનું ઘર છે, જેમાં 77% ગરીબી રેખા નીચે જીવે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પર કહ્યું કે તેઓ માયોટની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તે જ સમયે, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે યુરોપ આ ભયંકર સંકટમાં માયોટના લોકોની સાથે ઉભું છે અને EU આગામી દિવસોમાં મદદ કરવા માટે તૈયાર છે. દરમિયાન ફ્રાન્સના ગૃહ પ્રધાન બ્રુનો રિટેલો સોમવારે માયોટની મુલાકાત લેવાની અને અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘મિલ્ટેન’ વાવાઝોડાંથી ફલોરિડામાં તબાહી, મુશળધાર વરસાદ અને તોફાની પવનો, લાખો લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો: ચક્રવાત હેલેન બાદ ‘મિલ્ટન’નું જોખમ, તોફાન અને વરસાદથી મચશે તબાહી, જાહેર કરાઈ કટોકટી
આ પણ વાંચો: 50 વર્ષમાં સૌથી મોટું સૌર વાવાઝોડું… ISROના આદિત્ય-L1 એ ભયાનક સૌર તરંગોને પકડ્યા
