Rajkot News/ રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીનો હાઈકોર્ટનો આદેશ, ફરિયાદ બાદ પણ પગલાં ન લેવાતા અરજદાર પહોંચ્યા કોર્ટ

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે ધમકીભર્યા ફોન કર્યાના આક્ષેપ બાદ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજકોટ પોલીસ કમિશ્નરને ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
'પોલીસ જ આવું કરશે તો લોકો ન્યાય માટે ક્યાં જશે?' Gujarat High Courtની ટકોર

Rajkot News: ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ધમકીભર્યા ફોન કર્યાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થતાં મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટે ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને અરજદારની રજૂઆતના આધારે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

દારૂના નશામાં વારંવાર ફોન કરી ધમકી આપ્યાનો આક્ષેપ

અરજદાર સ્મિત કિશોરભાઈ સખીયાનો આરોપ છે કે 24 જૂન, 2026ની મોડી રાત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ તેમના મોબાઇલ પર 35થી વધુ વખત ફોન કર્યા હતા. ફરિયાદ મુજબ ફોન દરમિયાન અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત અનેક પ્રકારની ધમકીભરી વાતો કરવામાં આવી હતી. અરજદારનો દાવો છે કે આ વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ સહિતના ઇલેક્ટ્રોનિક પુરાવા પણ ઉપલબ્ધ છે.

પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત છતાં કાર્યવાહી ન થઈ હોવાનો દાવો

સ્મિત સખીયાએ 10 જુલાઈ, 2026ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરીને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રજૂઆત સાથે ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા પણ સોંપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારના કહેવા મુજબ રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં અરજી દાખલ કરી હતી.

બ્રજેશકુમાર ઝા, રાજકોટ પોલીસ કમિશનર
બ્રજેશકુમાર ઝા, રાજકોટ પોલીસ કમિશનર

Gujarat High Courtમાં શું રજૂઆત થઈ?

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એક પોલીસ કર્મચારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કાયદા સમક્ષ સૌ સમાન હોવાના સિદ્ધાંતને જાળવવા જરૂરી કાર્યવાહી થવી જોઈએ.

હાઈકોર્ટની ટકોર

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (Gujarat High Court) નોંધ્યું કે જો કાયદાનો અમલ કરનાર રાજ્યનો કર્મચારી જ આવા આક્ષેપોનો સામનો કરતો હોય, તો સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જશે તેવો પ્રશ્ન ઉભો થાય છે. સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું કે રજૂઆતના આધારે સંબંધિત સત્તાવાળાઓ કાર્યવાહી કરશે.

ભક્તિનગર પોલીસ સ્ટેશન
ભક્તિનગર પોલીસ સ્ટેશન

પોલીસ કમિશ્નરને કાર્યવાહીનો આદેશ

તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને અરજદાર દ્વારા કરાયેલી લેખિત રજૂઆતના આધારે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હાલ આ મામલે પોલીસ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:રામોલ તોડકાંડ મામલે એક હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, અન્ય જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

આ પણ વાંચો:પાટણમાં પોલીસ સામે પોલીસ! પોલીસ કોન્સ્ટેબલે ASIનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટના પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપીને સમાજસેવાનો રસ્તો પસંદ કર્યો, રાજીનામું મંજૂર ન થતાં લગાવ્યા ગંભીર આક્ષેપ