Tweet/ ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું : PM મોદી

ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું

India Trending
sambit patra 9 ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું : PM મોદી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈછે. જયારે ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપની જીતને વધાવી છે. અને ટ્વીટર પર ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

રાજ્યમાં સસ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે, પાલિકા, તા. પં., જિ. પંની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો છે. ગુજરાતની જનતાનું વિકાસ અને સુશાસનને સમર્થન  છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે આભાર.

https://twitter.com/narendramodi/status/1366725383874174979?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1366725383874174979%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fgujarat-local-body-polls-results-live-updates-of-counting%2F

મહાનગરપાલિકા બાદ જિલ્લાઓમાં પણ  ભાજપે એવો તો ખેલ પાડ્યો કે અત્ર તત્ર સર્વત્ર કેસરિયો જ લહેરાયો છે.  કોર્પોરેશન ગુમાવ્યા બાદ કોંગ્રેસને લાગતું હતું કે ગામડાનો મતદાર કોંગ્રેસને વફાદાર રહેશે.  કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે 22 જિલ્લા પંચાયત બેઠકો પર બાજી મારી હતી જ્યારે ભાજપના ફાળે માત્ર 7  બેઠકો જ આવી હતી.  જોકે આ વખતના પરિણામે કોંગ્રેસની આંતરિક લડાઇ અને સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવાની નિષ્ફળતા ફરીથી છતી કરી છે.