ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બાલાસોર ટ્રેન અકસ્માત સ્થળે જશે પીએમ મોદી, હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 280 કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Top Stories India
ટ્રેન અકસ્માત
  • ઓડિસા ટ્રેન દુર્ધટના કેસ
  • PM નરેન્દ્ર મોદી જશે બાલાસોર
  • PM મોદી દુર્ધટનાગ્રસ્ત સ્થળની કરશે મુલાકાત
  • સૌથી પહેલા પીએમ મોદી સ્થળ પર પહોંચશે

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 280 કરતા વધારે લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અકસ્માત બાદ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટનાના કારણે આજે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ દર્દનાક ટ્રેન દુર્ઘટના પર માત્ર દેશ જ નહીં, વિદેશના વડાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.ત્યારે આવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બાલાસોર દુર્ઘટના સ્થળે જવાના છે.

વડાપ્રધાન આજે ઓડિશાની મુલાકાત લેશે. તે પહેલા બાલાસોર પહોંચશે અને ઘટનાની જાણકારી લેશે. આ પછી, તે ઘાયલોની સ્થિતિ જાણવા માટે કટકની હોસ્પિટલમાં જશે. વડાપ્રધાન સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે. રેલવે મંત્રી શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને કારણે ભાજપે પોતાના કાર્યક્રમો રદ્દ કર્યા

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને કારણે ભાજપે શનિવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઓડિશામાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન સતત બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. તેમણે રેલવે મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે.

કેવી રીતે થયો ઓડિશા ટ્રેન દુર્ઘટના?

ભારતના તાજેતરના ઈતિહાસમાં સૌથી ભયાનક ટ્રેન અકસ્માત ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે થયો હતો. બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. પશ્ચિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈ જતી શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ બહનાગા બજાર સ્ટેશનથી 300 મીટર દૂર પાટા પરથી ઉતરી ગઈ હતી. અહીં એક માલગાડી પહેલેથી જ ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ ગયા. આ સાથે જ કોરોમંડલ એક્સપ્રેસના કોચ ત્રીજા ટ્રેક પર ખસી ગયા. દરમિયાન, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ આવી. તે પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્રેન દુર્ઘટના બાદ દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા છે. પીએમએ આ ટ્રેન દુર્ઘટનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. તે જ સમયે, બે કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

ટ્રેન દુર્ઘટના વિશે માહિતી આપતા NDRFના મહાનિર્દેશક અતુલ કરવાલે કહ્યું, ‘આ ખૂબ જ દુ:ખદ ઘટના છે, જીવ અને સંપત્તિનું મોટું નુકસાન છે… NDRFની નવ ટીમો – 300 થી વધુ બચાવકર્તા (જવાનો) – SDRF અને કાર્યરત અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. આપણા ઈતિહાસમાં આ ત્રીજી મોટી ઘટના છે. જે ઝડપે ત્રણેય ટ્રેનો અથડાયા તેના પરિણામે કેટલાય કોચ પાટા પરથી ઉતરી ગયા અને ખરાબ રીતે નુકસાન થયું.

આ પણ વાંચો:ઓડિશાના રેલવે અકસ્માતનો મૃત્યઆંક 300ને વટાવી ગયો

આ પણ વાંચો: ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી દર્દનાક કહાણી, ચોમેર મૃતદેહ જોવાતા હતા

આ પણ વાંચો:ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વળતરની જાહેરાત કરી

આ પણ વાંચો:ઓડિશામાં ટ્રેન અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક રાજકિય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ થવાના એંધાણ, સચિન પાયલટ નવી પાર્ટી બનાવવાની તૈયારીમાં