PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ અબુ ધાબીની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વ્યાપક મંત્રણા કરશે

Top Stories India
15 ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ અબુ ધાબીની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વ્યાપક મંત્રણા કરશે. ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણના મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા પર વાર્તાલાપ કરશે.

ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે અને વડાપ્રધાનની મુલાકાત ઊર્જા, શિક્ષણ, આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા, ફિનટેક, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં આને આગળ લઈ જવાની રીતો ઓળખવાની તક હશે.” વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક મુદ્દાઓ પર સહકારની ચર્ચા કરવાની પણ તે એક તક હશે, ખાસ કરીને COP-28 ના UAE ની પ્રેસિડન્સી અને ભારતના G-20 પ્રેસિડન્સીના સંદર્ભમાં, જેમાં UAE “વિશેષ આમંત્રિત” છે.