Not Set/ 68 પ્રજાસત્તાક દિવસ ઉજવણી, મોદીએ શહિદોને આપી સલામી

નવી દિલ્હીઃ ગુરુવારે દેશના 68 પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત દિલ્હીના રાજપથ ખાતની પરેડની સલામી જીલવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ અબૂધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન આવી પહોચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સવારે અમર જવાન જ્યોતિ પર પુષ્પચક્ર અર્પિત કર્યું હતું. ત્યારે તેમની સાથે સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવત, એરચીફ માર્શલ ધનોઆ, તથા […]

Gujarat
parade1 1485404098 68 પ્રજાસત્તાક દિવસ ઉજવણી, મોદીએ શહિદોને આપી સલામી

નવી દિલ્હીઃ ગુરુવારે દેશના 68 પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત દિલ્હીના રાજપથ ખાતની પરેડની સલામી જીલવા માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ અબૂધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન આવી પહોચ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ સવારે અમર જવાન જ્યોતિ પર પુષ્પચક્ર અર્પિત કર્યું હતું. ત્યારે તેમની સાથે સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવત, એરચીફ માર્શલ ધનોઆ, તથા એડમિરલ સુનિલ લાંબા હતા.

સમારંભ દરમિયાન કડક સુરક્ષા માટે દિલ્હી પોલીસના જવાનો અને અર્ધ લશ્કરી દળોના કુલ મળીને 50 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

સવારે લગભગ 10 વાગે બીજા કાર્યક્રમની શરૂઆત
રાજપથ પર પરેડ શરૂ થશે. આ વખતે કુલ 90 મિનિટની પરેડ યોજાવાની છે. મહેમાન દેશ હોવાના કારણે પરેડમાં સૌથી પહેલો દસ્તા મહેમાન યૂએઈનો હશે. તેના પછી સૈના, અર્ધસૈનિક દળો અને પોલીસનો દસ્તો જોવા મળશે અને ત્યારબાદ રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ કરાવવામાં આવશે.
સવારે 11.15 વાગે
જમીની પરેડ પુરી થયા બાદ 15 મિનિટની ફ્લાય પાસ્ટ યોજાશે, જેમાં વાયુસેનાના લડાકુ વિમાન અને હેલીકોપ્ટરો ભાગ લેશે.

સાંજે 4 વાગે
રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ’ થશે જેમાં યૂએઈના શહજાદે, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિત તમામ મંત્રી અને રાજનૈતિક પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

સાંજે 5 વાગે
લાલ કિલ્લામાં છ દિવસીય ભારત પર્વ કાર્યક્રમ શરૂ થશે, જેમાં દેશની સાંસ્કૃતિક વિવિધતાથી જોડાયેલા કાર્યક્રમ યોજાશે. અને ઉદ્દઘાટન પર્યટન મંત્રી મહેશ શર્મા કરશે.

26 જાન્યુઆરીનો દિવસ ભારતીય ઈતિહાસમાં એટલા માટે મહત્વપૂર્ણ છે. 1950માં પહેલી વખત આ દિવસે આપણું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું હતું અને ભારત પૂર્ણ ગણતંત્ર દિવસ બન્યું હતું.