Not Set/ PM મોદીએ મમતા પર ઉતાર્યો ગુસ્સો, કહ્યુ આ વાવઝોડાને લઇને પણ દીદી કરી રહે છે રાજનીતિ

ફેની વાવાઝોડાનાં કારણે ઓડિશામાં ઘણુ મોટુ નુકસાન થયુ છે. જો કે પૂર્વ જાણકારી હોવાના કારણે નુકસાન થવાનુ સ્તર ઘણુ ઘટ્યુ છે. આ વચ્ચે PM મોદીએ ઓડિશાની મુલાકાત લીધી. અને 1 હજાર કરોડનાં પેકેજની ઘોષણા કરી દીધી હતી. આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળનાં તામલુકની રેલીને સંબોધિત કરતા PM મોદીએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર […]

Top Stories India Politics
PM Narendra Modi PM મોદીએ મમતા પર ઉતાર્યો ગુસ્સો, કહ્યુ આ વાવઝોડાને લઇને પણ દીદી કરી રહે છે રાજનીતિ

ફેની વાવાઝોડાનાં કારણે ઓડિશામાં ઘણુ મોટુ નુકસાન થયુ છે. જો કે પૂર્વ જાણકારી હોવાના કારણે નુકસાન થવાનુ સ્તર ઘણુ ઘટ્યુ છે. આ વચ્ચે PM મોદીએ ઓડિશાની મુલાકાત લીધી. અને 1 હજાર કરોડનાં પેકેજની ઘોષણા કરી દીધી હતી. આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળનાં તામલુકની રેલીને સંબોધિત કરતા PM મોદીએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર હુમલો કર્યો છે. PM મોદીએ ફેની વાવઝોડાની વાત કરતા કહ્યુ કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદીએ વાવાઝોડામાં પણ રાજનીતિ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.

images 1 PM મોદીએ મમતા પર ઉતાર્યો ગુસ્સો, કહ્યુ આ વાવઝોડાને લઇને પણ દીદી કરી રહે છે રાજનીતિ

PM મોદીએ કહ્યુ કે, વાવાઝોડા સમયે મે મમતા દીદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દીદીનો અહંકાર એટલો વધુ છે કે તેમણે વાત પણ ન કરી. PM મોદીએ કહ્યુ કે, હુ રાહ જોતો રહ્યો કે કદાચ દીદી ફરી ફોન કરશે, પરંતુ તેમણે ફોન ન જ કર્યો. તેમણે કહ્યુ કે, મને પશ્ચિમ બંગાળનાં લોકોની ચિંતા હતી એટલે મે એકવાર ફરી ફોન કર્યો, પરંતુ દીદી બીજી વખત પણ વાત ન કરી. PM મોદીએ કહ્યુ કે, હુ હમણા ઓડિશામાં વાવાઝોડાથી થયેલા નુકસાનને જોઇને આવ્યો છુ. તેમણે કહ્યુ કે, પશ્ચિમ બંગાળમાં પણ જે હાલાત બન્યા તેનાથી અમે પરિચિત છીએ. અમે બધા આ મુશ્કિલથી ભરેલા વાતાવરણમાં તમારી સાથે છીએ.