Gujarat Election/ PM મોદીની આવતીકાલે ગુજરાતની મુલાકાત,તંત્ર તડમાર તૈયારમાં

ગુજરાતમાં વિધાનસભાના ઇલેક્શનને લઇને નેતાઓ કામે લાગી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 4 3 PM મોદીની આવતીકાલે ગુજરાતની મુલાકાત,તંત્ર તડમાર તૈયારમાં

ગુજરાતમાં વિધાનસભાના ઇલેક્શનને લઇને નેતાઓ કામે લાગી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇને તંત્ર તડામાડ તૈયારીમાં લાગી ગયું છે. પ્રધાનમંત્રી વાપીથી ભાજપના પ્રચારનો આરંભ કરશે. નોંધનીય છે કે દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે, ઉપરાંત  વલસાડના જુજવામાં વડાપ્રધાન વિશાળ સભાને સંબોધીત પણ કરશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી રહ્યા છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ પણ વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું  તો  વલસાડ જિલ્લા પોલીસવડાએ વડાપ્રધાનના  રોડ શો મામલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 9 એસપી ,17 ડીવાયએસપી 40 પીઆઈ, 90 પીએસઆઈ અને 1500 પોલીસકર્મીઓ જોડાશે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી આ વખતે પ્રચારમાં કોઇ કમી રાખવા માંગતા નથી માટે ઘરે-ઘરે જઇને લોકોને સ્લીપની વહેંચણી પણ કરશે. ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાત મુલાકાતે આવે તેવા એંધાણ છે.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં કુલ 25 રેલી કરીને પ્રચાર કરવાના છે,  આ કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી બાજુ 20 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની પણ મુલાકાત લેવાના છે. સૌરાષ્ટ્રમાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આ ચારેય સ્થળ પર જનસભા સંબોધવાના છે.

અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપીશ. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે.