ગુજરાત/ ગ્રામ સ્વરાજ માટે પંચાયત રાજ મહત્વપૂર્ણ : PM નરેન્દ્ર મોદી

ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. આ વ્યવસ્થાને દિશા આપવાનું કામ આપ સૌના પ્રતિનિધિઓ, પંચ-સરપંચો તેને વેગ આપવાનું કામ કરી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 14 20 ગ્રામ સ્વરાજ માટે પંચાયત રાજ મહત્વપૂર્ણ : PM નરેન્દ્ર મોદી

ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પીએમ મોદીએ આપણું ગામ, આપણું ગૌરવ થીમ પર સંબોધન કર્યું અને રાજ્યના તમામ સરપંચોને ગ્રામ્ય શક્તિ અને વિકાસનો માર્ગ બતાવ્યો હતો. પીએમ મોદી રાજભવનથી સાડા ચાર વાગ્યે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું. ત્યાર બાદ તેમણે પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું. સાથે જ આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરવા આહવાન કર્યું હતું.

  • ગુજરાત ગાંધીની ધરતી, બાપુએ ગામડાનો વિકાસ કર્યો
  • ગ્રામીણ વિકાસ મહાત્મા ગાંધીનું મોટું સપનું હતું
  • બાપુએ આત્મનિર્ભર, સશક્ત ગામનું મહત્વ સમજાવ્યું
  • પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું આજે પ્રતિનિધિત્વ
  • ગ્રામ સ્વરાજ માટે પંચાયત રાજ મહત્વપૂર્ણ

પોતાના વક્તવ્યમાં PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને ગામડાંમાં પહોંચતા મોંમાં ફીણ આવી ગયા હતા. ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.

હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.

નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે. શાળા ઉપર લખાણ હશે કે શાળા ક્યારે શરૂ થઈ હતી. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની શક્તિ છે.

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું
પીએમ મોદીએ કહ્યું કે આપણે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. આખા ગામને ભેગા થવાનું છે. નક્કી કરવાનું છે કે આઝાદીના 75 વર્ષમાં આપણે ગામમાં જગ્યા શોધીને ત્યાં 75 વૃક્ષો વાવીએ. 75 ખેડૂતોએ આ વર્ષથી જૈવિક ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

અમારો સૌથી મોટો ખર્ચ પાણી પર થાય છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારો સૌથી મોટો ખર્ચ પાણી પર થાય છે. અમે ડેમ બનાવીને પાણીની બચત કરી રહ્યા છીએ. અમે અમારા ગામની આસપાસ ડેમ બાંધવાનું અને પાણીનો પ્રવાહ રોકવાનું નક્કી કર્યું. ગામમાં ગામડાના પાણીનો ઠરાવ પૂરો કરીશું.

પીએમ મોદીએ નાના ખેડૂતોના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન પણ અમારા નાના ખેડૂતોએ સુનિશ્ચિત કર્યું કે ખોરાકની કોઈ અછત ન થાય.

લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું બલિદાન આપ્યું
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીની લડાઈમાં પોતાને જે સપનાઓ કહેતા હતા તે જોયા બાદ તેમણે પોતાની યુવાની વિતાવી, તેમના સપના સાકાર થવા જોઈએ.

પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગ્રામ સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. આ વ્યવસ્થાને દિશા આપવાનું કામ આપ સૌના પ્રતિનિધિઓ, પંચ-સરપંચો તેને વેગ આપવાનું કામ કરી રહ્યા છે.

પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતાં મહિલાઓનું વધુ પ્રતિનિધિત્વ
ગુજરાતમાં પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતાં મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. 1.5 લાખથી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સાથે બેસીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ચર્ચા કરવી જોઈએ, આનાથી મોટી કોઈ તક હોઈ શકે નહીં, લોકશાહીની આનાથી મોટી કોઈ શક્તિ હોઈ શકે નહીં.

Photos/ PM મોદીના રોડ શોમાં અમદાવાદે ધારણ કર્યો કેસરિયો, ચાર રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર આવ્યા વતન, જુવો ફોટો

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ