Not Set/ દેશી સ્ટાઇલમાં બે છોકરાઓએ ગાયું ‘મહાદેવા’, PM Modi ને પણ પસંદ આવ્યો વીડિયો

આપણા દેશમાં ટેલેન્ટની કમી નથી. ક્યાંય પણ તમને એવી ટેલેન્ટ જોવા મળે છે કે જોતા જ માણસ દંગ રહી જાય કે આ શું છે ભાઇ. આવુ કેવીરીતે થઇ ગયું. એટલે કે તમને ખાતરી નથી થતી કે આ લોકો આવુ પણ કરી શકે છે. સીધા મુદ્દા પર આવીએ તો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દેશી […]

India Trending
ezgif.com gif maker 6 દેશી સ્ટાઇલમાં બે છોકરાઓએ ગાયું ‘મહાદેવા’, PM Modi ને પણ પસંદ આવ્યો વીડિયો

આપણા દેશમાં ટેલેન્ટની કમી નથી. ક્યાંય પણ તમને એવી ટેલેન્ટ જોવા મળે છે કે જોતા જ માણસ દંગ રહી જાય કે આ શું છે ભાઇ. આવુ કેવીરીતે થઇ ગયું. એટલે કે તમને ખાતરી નથી થતી કે આ લોકો આવુ પણ કરી શકે છે. સીધા મુદ્દા પર આવીએ તો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દેશી છોકરાઓ છે. તેમણે રોડ પર જ ઉભા રહીને જે રીતે મહાદેવા સોંગ ગાયુ છે ને….સાચે જ ભોળાનાથની ભક્તિમાં લીન થઇ જવાય છે. ત્યાં સુધી કે પ્રધાનસેવક મોદીએ પણ તેમનો વીડિયો રિટ્વિટ કર્યો છે.

આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આમાં બે યુવક રોડ પર ઉભા રહીને મહાદેવા સોંગ ગાઇ રહ્યા છે. તેમનું આ ગીત લોકોનો ઘણું પસંદ આવી રહ્યું છે. એક યુવકે ડફલી પકડી રાખી છે, તે તેને વગાડી રહ્યો છે. જ્યારે બીજો કોઇ અન્ય વાદ્ય યંત્ર વગાડી રહ્યો છે. મહત્વનું છે કે આ વીડિયોને 71 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ વીડિયો શેર કરીને તેની પર લખ્યું ‘ઘણું સુંદર’

જો કે લોકોએ જણાવ્યું કે આ બન્ને ભાઇઓનો વીડિયો પહેલા પણ આવ્યો હતો. પરંતુ જ્યારે પીએમ મોદીએ ટ્વિટર પર તેની પ્રશંસા કરી ત્યારે જે તે ફેમસ થયા.