Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં, ઘોઘા-દહેજ ફેરી સર્વિસનુ કરશે લોકોર્પણ

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર આજે ગુજરાત આવી રહ્યાં છે તેઓ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સહિતના વિકાસકામોના લોકાર્પણ માટે સવારે 10.30 વાગ્યાની આસપાસ તેઓ ભાવનગર પહોંચશે, જ્યાં ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ ઘોઘાથી દહેજ સુધીની જળમાર્ગીય મુસાફરી પણ કરવાના છે ત્યાથી તેઓ  વડોદરા જવાના છે, જ્યાં વિવિધ […]

Top Stories
modi 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં, ઘોઘા-દહેજ ફેરી સર્વિસનુ કરશે લોકોર્પણ

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્ર આજે ગુજરાત આવી રહ્યાં છે તેઓ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સહિતના વિકાસકામોના લોકાર્પણ માટે સવારે 10.30 વાગ્યાની આસપાસ તેઓ ભાવનગર પહોંચશે, જ્યાં ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ ઘોઘાથી દહેજ સુધીની જળમાર્ગીય મુસાફરી પણ કરવાના છે ત્યાથી તેઓ  વડોદરા જવાના છે, જ્યાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવાના છે.

જો રો-રો ફેરી સર્વિસની વાત કરવામાં આવે તો તેમાં જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે તથા ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે તે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે સમયની પણ બચત થશે અને કિંમતી ઇંધણની પણ.મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા

ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે.