Ganga Vilas Cruise Tour/ PM નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝ યાત્રાને આપશે લીલી ઝંડી, વિશ્વની સૌથી લાંબી નદી યાત્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર એમવી ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.

Top Stories India
Ganga Vilas Cruise Tour

  Ganga Vilas Cruise Tour:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર એમવી ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે. કાશીથી બોગીબીલ સુધીની 3200 કિમીની રોમાંચક યાત્રામાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સામેલ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રવિદાસ ઘાટ પર હાજર રહેશે. વડાપ્રધાન ગાઝીપુર અને બલિયાની ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ઘાટન કરશે.

કાશીથી બોગીબીલ  (Ganga Vilas Cruise Tour) સુધીની સૌથી લાંબી સાહસિક યાત્રા શરૂ કરીને આ ક્રૂઝ 15 દિવસ સુધી બાંગ્લાદેશમાંથી પસાર થશે બાદમાં તે આસામની બ્રહ્મપુત્રા નદીથી ડિબ્રુગઢ જશે, યાત્રામાં તે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામની કુલ 27 નદી પ્રણાલીઓમાંથી પસાર થશે. ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલને કારણે આ યાત્રા બાંગ્લાદેશને પાર કરશે. આ યાત્રા 50 થી વધુ આર્કિટેક્ચરલ મહત્વના સ્થળોએ રોકાશે. સૌથી લાંબા જળમાર્ગની યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે.

આ કાર્યક્રમ દરમિયાન  વડાપ્રધાન બિહારના (Ganga Vilas Cruise Tour) બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ કરશે. તેઓ પશ્ચિમ બંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહાટીમાં નોર્થ ઈસ્ટ માટે મેરીટાઇમ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. ગુવાહાટીમાં બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી લગભગ એક કલાક સુધી વર્ચ્યુઅલ રીતે જોડાયેલા રહેશે. જેમાં શહેરના એક હજાર જેટલા મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે

આ ભવ્ય અને દિવ્ય રિવર ક્રૂઝ સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સાથે વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ સુધીની લગભગ 3200 કિલોમીટરની સફર 51 દિવસમાં પૂર્ણ કરશે. યાત્રામાં 50 પ્રવાસન સ્થળોને 27 નદીઓ સાથે જોડવામાં આવશે. તેનું ફર્નિચર, ક્રોકરી, રંગ અને રૂમની ડિઝાઇન 1960 પછીના ભારતને પ્રતિબિંબિત કરશે. ક્રૂઝની જે તસવીરો બહાર આવી છે તે મનોહર છે અને તેની ભવ્યતાનો નજારો રજૂ કરે છે.

ગંગા વિલાસ ક્રૂઝ વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા માટે રવાના થવા માટે તૈયાર છે તે આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. ક્રૂઝનું ઈન્ટિરિયર દેશની સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ઈન્ટિરિયરમાં સફેદ, ગુલાબી, લાલ અને પેસ્ટલ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વુડન ફ્લોરિંગ અને રંગોનું વધુ સારું તાલમેલ પ્રવાસીઓને સૌથી વધુ પસંદ આવે છે. ગંગા વિલાસ ક્રૂઝની સત્તાવાર સફર સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે, તેમ છતાં આગામી બે વર્ષ માટે ક્રૂઝ માટે બુકિંગ ભરાઈ ગયા છે.

ગંગા ક્રૂઝના ડાયરેક્ટર રાજ સિંહે જણાવ્યું કે, આ ક્રૂઝ સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. દેશભરના અનેક રાજ્યોમાંથી 40 ક્રૂ મેમ્બર છે. ક્રૂઝની લંબાઈ 62.5 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. પ્રવાસીઓને રહેવા માટે તેમાં કુલ 18 સ્યુટ છે. અહીં 40 સીટર રેસ્ટોરન્ટ, સ્પા રૂમ અને ત્રણ સનડેક પણ છે. આ સાથે સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 32 પ્રવાસીઓ સહિત કુલ 80 મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા છે.

Cold in Gujarat/રાજ્યમાં શીત લહેર સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું,હવામાન વિભાગે આપી આ ચેતવણી