Not Set/ આજે આ મંદિરોમાં પૂજા કરશે પીએમ મોદી, કરાઈ છે ખાસ તૈયારીઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ પર ઢાંકા પહોંચ્યા છે. અહીં તેમણે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Top Stories World
A 285 આજે આ મંદિરોમાં પૂજા કરશે પીએમ મોદી, કરાઈ છે ખાસ તૈયારીઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસ પર ઢાંકા પહોંચ્યા છે. અહીં તેમણે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી દેશમાં સ્થિત જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન કરશે. અહીં પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આ બંને મંદિરોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની બાંગ્લાદેશ યાત્રાના બીજા દિવસે દક્ષિણ પશ્ચિમ શતખિરા અને ગોપાલગંજમાં જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન કરીને પ્રારંભ કરશે. પીએમ મોદીના આગમનને લઈને આ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :PM મોદીએ ટ્વિટ કરી બંગાળ – આસામની જનતાને મતદાન કરવા કરી અપીલ, મનમોહનસિંહ પણ કર્યું ટ્વીટ

પીએમ મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં કરશે દર્શન

વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના 50 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યાત્રાના પહેલા દિવસે રાજકારણીઓ સાથે મુલાકાત કરી હતી. તો હવે બીજા દિવસે તેઓ ઈશ્વરપુર ગામ જવા રવાના થશે. જ્યાં ભારત અને પડોશી દેશોમાં પથરાયેલા 51 શક્તિપીઠોમાંના એક યશોરેશ્વરી કાલી મંદિરમાં દર્શન કરશે.

આ મંદિરની ખાસ વિશેષતાઓ છે. જણાવીએ કે, આ પ્રાચીન મંદિર પશ્ચિમ બંગાળ સરહદ નજીક શતખિરાના શ્યામનગર તાલુકામાં સ્થિત ઇશ્વરીપુર ગામમાં આવેલું છે. આજે આ મંદિરને પીએમ મોદી માટે ખાસ શણગારવામાં આવ્યું છે. બાંગ્લાદેશ સ્થિત યશોરશ્વરી કાલી મંદિર શક્તિ દેવીને સમર્પિત છે. ‘જેશોરેશ્વરી’ નામનો અર્થ છે ‘જેશોરની દેવી’. આ મંદિર ભારતીય ઉપખંડમાં હાજર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે, તેથી તે હિન્દુ સમુદાયમાં એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે.

Jeshoreshwari Temple

આ પણ વાંચો :પૂણેના ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ

ઓરકાંડી મંદિરમાં પણ કરશે પીએમ મોદી દર્શન

પીએમ મોદી ગોપાલગંજના ઓરકાંડીમાં સ્થિત મટુઆ સમુદાય મંદિરની પણ મુલાકાત લેશે. પશ્ચિમ બંગાળના મટુઆ સમુદાયના 300 લોકો અહીં રહે છે. પીએમ મોદી હરિચંદ ગુડીચંદ મંદિરમાં પૂજા કર્યા બાદ મટુઆ સમુદાયના લોકોને મળશે. હરિચંદ ઠાકુરના અનુયાયીઓ દ્વારા ધાર્મિક સુધારણા આંદોલનના પરિણામ રૂપે બાંગ્લાદેશમાં મટુઆ પંથની ઉત્પત્તિ થઈ. હરિચંદ ઠાકુર મટુઆ મહાસંઘના સ્થાપક હતા, જેમણે વર્ષ 1860 માં ઓરકાંડીમાં ધાર્મિક સુધારણા ચળવળ શરૂ કરી હતી.

Orakandi Temple

આ મંદિરે દર્શન કર્યા બાદ વડા પ્રધાન ગોપાલગંજ જિલ્લાના તુંગીપારામાં ‘રાષ્ટ્રબંધુના પિતા બંગબંધુ શેઠ મુજીબુર રહેમાન’ ના સ્મારકની પણ મુલાકાત લેશે.

આ પણ વાંચો : મતદાન પહેલા બંગાળમાં પોલિંગ પાર્ટીની ગાડી પર પેટ્રોલ બોમ્બથી કરાયો હુમલો

આપને જણાવી દેઈએ કે, બાંગ્લાદેશના અધિકારીઓએ વડા પ્રધાન મોદીની મુલાકાત પહેલા દક્ષિણ પશ્ચિમ શતખિરામાં યશોરેશ્વરી મંદિરનું નવીનીકરણ કર્યું છે. બાંગ્લાદેશ જવા રવાના થતાં પહેલા વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ પ્રાચીન યશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.

આપને જણાવી દઈએ કે, કોવિડ-19 મહામારી બાદની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. શ્રૃંગલાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન બન્ને દેશો વચ્ચે વિશેષ સંબંધો પર ભાર મૂકવામાં આવશે.