Not Set/ મર્સિડીઝ અને દુધ પર એક સરખો ટેક્સ નાખી ના શકાય : પીએમ મોદી

દિલ્હી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યાને એક વર્ષ પુરૂ થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વરાજ્ય મેગેઝીનને આપેલાં ઇન્ટરવ્યુમાં કહ્યું કે જીએસટીએ ઇન્સપેક્ટર રાજ ખતમ કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી પર પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે દરેક પ્રોડક્ટને એક સ્લેબની નીચે લાવવી શક્ય નથી, મર્સિડીઝ અને દૂધ પર એક જેવો ટેક્સ ન લગાવી […]

Top Stories
pm modi મર્સિડીઝ અને દુધ પર એક સરખો ટેક્સ નાખી ના શકાય : પીએમ મોદી

દિલ્હી,

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યાને એક વર્ષ પુરૂ થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વરાજ્ય મેગેઝીનને આપેલાં ઇન્ટરવ્યુમાં કહ્યું કે જીએસટીએ ઇન્સપેક્ટર રાજ ખતમ કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી પર પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે દરેક પ્રોડક્ટને એક સ્લેબની નીચે લાવવી શક્ય નથી, મર્સિડીઝ અને દૂધ પર એક જેવો ટેક્સ ન લગાવી શકાય.

વડાપ્રધાને કહ્યું કે જ્યારે કોંગ્રેસના અમારા મિત્રો એમ કહે છે કે તેઓ એક સમાન જીએસટી લાવશે, તો તેનો અર્થ એ છે કે તેઓ ખાવા-પીવાની અને અન્ય ચીજો પર પણ 18 ટકા ટેક્સ લગાવશે, જ્યારે આ ચીજો હાલ 0થી 5 ટકા ટેક્સ સ્લેબમાં છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જીએસટીના કારણે કેટલાંય ‘છુપા ટેક્સ’ નીકળી ગયા છે અને રોજબરોજની ચીજોના રેટ્સ નીચે ઉતર્યા છે. 

વડાપ્રધાને જીએસટીના ફાયદા ગણાવતા કહ્યું, ” જીએસટી લાગુ થવાના એક વર્ષની અંદર જ 48 લાખ નવા ઉદ્યોગો રજિસ્ટર થયા છે અને 11 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે.

જીએસટીની જટીલતા પર પીએમ મોદીએ કહ્યું કે જીએસટી એટલો જ જટિલ હોત તો શું આપણને આ પ્રકારના આંકડાઓ હાંસલ થઇ શક્યાં હોત