Ayodhya Ram Temple/ PMOના પ્રતિનિધિઓ આજે અયોધ્યા આવશે, જાણો શા માટે

રામલલ્લાની પ્રતિષ્ઠાને હવે જૂજ દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે એ પૂર્વે પીએમઓના અધિકારી મંડળ અને સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તેમજ તેમની સુરક્ષાને લઈ જોડાયેલી અન્ય તૈયારીઓની…

Top Stories India
YouTube Thumbnail 2024 01 18T090119.308 PMOના પ્રતિનિધિઓ આજે અયોધ્યા આવશે, જાણો શા માટે

Ram Mandir News: અયોધ્યામાં આજે રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કરવા PMOના પ્રતિનિધિ મંડળ આજે અયોધ્યા આવશે. PMOના પ્રતિનિધિઓ સાથે SPGના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

રામલલ્લાની પ્રતિષ્ઠાને હવે જૂજ દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે એ પૂર્વે પીએમઓના અધિકારી મંડળ અને સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તેમજ તેમની સુરક્ષાને લઈ જોડાયેલી અન્ય તૈયારીઓની પણ સમીક્ષા કરશે. ઉપરાંત શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા જે 22મી જાન્યુઆરીએ થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે.

Ayodhya Ram Temple Facts: 10 interesting facts that you need to know |  Times of India Travel

કોણ કોણ હાજર રહેશે?

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાડા સાત હજાર જેટલા મહેમાન ઉપસ્થિત રહેશે. તેમજ દેશભરમાંથી ખાસ મહેમાનો હાજર રહેશે. અમિતાભ બચ્ચન, રજનીકાંત, પ્રભાસ, અભિષેક અગ્રવાલ, સચીન તેંડુલકર, અનુષ્કા શર્મા, રણદીપ હુડા, અનુપમ ખેર, અરૂણ ગોવિલ, દીપિકા ચીખલિયા, રતન ટાટા, મહેન્દ્ર સિંહ ધોની, મુકેશ અંબાની, ગૌતમ અદાણી, ટી.એસ. કલ્યાણરામન સહિતના દિગ્ગજો આ મહોત્સવમાં હાજરી આપશે.

મોટી સંખ્યામાં મહેમાનો તેમના ચાર્ટર પ્લેનમાં આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. આ બધી તૈયારીઓને લઈ પીઓમઓના અધિકારી મંડળ ગુરૂવારે અયોધ્યા આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Drugs Apprehend/ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડાયું 50 કિલો કેટામાઈન