Crime/ ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઉપર પોલીસની લાલ આંખ…

  સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી મુદ્દે ચેકીંગ હાથ ધારાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સહિતના ગામોમાં નદી માંથી ગેરકાયદેસર રેતીની ચોરી અંગેની ઘટના વારંવાર સામે આવતી હોય જિલ્લા કલેક્ટર ટીમ હરકતમાં આવી હતી. સુરેન્દ્રનગર કલેકટરની સુચના તેમજ લીંબડી પ્રાંત અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચુડા તાલુકામાં ગેરકાયદેસર રોયલ્ટી […]

Gujarat Others
corona 220 ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઉપર પોલીસની લાલ આંખ...

 

સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી મુદ્દે ચેકીંગ હાથ ધારાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સહિતના ગામોમાં નદી માંથી ગેરકાયદેસર રેતીની ચોરી અંગેની ઘટના વારંવાર સામે આવતી હોય જિલ્લા કલેક્ટર ટીમ હરકતમાં આવી હતી.

સુરેન્દ્રનગર કલેકટરની સુચના તેમજ લીંબડી પ્રાંત અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચુડા તાલુકામાં ગેરકાયદેસર રોયલ્ટી વિના રેતી ચોરી કરતાં વાહનોનુ ચેકિંગ હાથ ધાર્યું હતું. જેમાં ખનીજ ચોરી કરતા માથાઓના વાહનો જપ્ત કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ખનીજ ચોરી ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલુ રોયલ્ટી વગરનુ ડમ્પર ઝડપી લીધું હતું. જે ડમ્પર સહીત મુદામાલ સાથે કિંમત. 31.50.000 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામે વરસાદને પગલે ઘર ધરાસાઈ

ભાજપનાં પેજ પ્રમુખની યાદીમાં હવે મનસુખ માંડવિયાનો પણ સમાવેશ

ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ – હજુ કેટલા ખેડૂતોની…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો