Not Set/ હિંસક પ્રદર્શન મામલામાં પોલીસે 10 લોકોની કરી ધરપકડ, જામિયાનો નથી એક પણ વિદ્યાર્થી

નાગરિકતા સુધારણા અધિનિયમને લઇને દિલ્હી પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલા હિંસક વિરોધનાં સંદર્ભમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 15 ડિસેમ્બરનાં હિંસક વિરોધ પ્રદર્શનનાં સંદર્ભમાં દિલ્હી પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, કોઈ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી નથી અને જેની ધરપકડ કરવામાં આવી છે તેમના ગુનાહિત રેકોર્ડ રહ્યા છે. Delhi Police […]

Top Stories India
jamia pro7 હિંસક પ્રદર્શન મામલામાં પોલીસે 10 લોકોની કરી ધરપકડ, જામિયાનો નથી એક પણ વિદ્યાર્થી

નાગરિકતા સુધારણા અધિનિયમને લઇને દિલ્હી પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલા હિંસક વિરોધનાં સંદર્ભમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 15 ડિસેમ્બરનાં હિંસક વિરોધ પ્રદર્શનનાં સંદર્ભમાં દિલ્હી પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, કોઈ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી નથી અને જેની ધરપકડ કરવામાં આવી છે તેમના ગુનાહિત રેકોર્ડ રહ્યા છે.

પોલીસે વીડિયો ફૂટેજનાં આધારે કરી કાર્યવાહી

વીડિયો ફૂટેજનાં આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસનો દાવો છે કે વીડિયો ફૂટેજમાં ધરપકડ કરાયેલા લોકો સરકારી સંપત્તિ પર પથ્થરમારો અને નુકસાન પહોંચાડતા દેખાઇ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવશે. પોલીસ અનેક વીડિયો ફૂટેજ શોધી રહી છે અને તેના માધ્યમથી ત્રાસવાદીઓને ઓળખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Image result for police arrested jamia violence

આપને જણાવી દઈએ કે, રવિવારે જામિયા આસપાસનાં વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્નિદાહ, તોડફોડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, પ્રદર્શનકારીઓએ 4 ખાનગી બસોની તોડફોડ કરી 4 બસોને આગ ચાંપી દીધી હતી. આ કેસમાં પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં 50 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી, જેઓને મોડી રાત્રે મુક્ત કરાયા હતા.

Image result for police arrested jamia violence

વળી, નાગરિકત્વનાં કાયદા સામેનાં હિંસક વિરોધ પછી, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. સલાહમાં જણાવાયું છે કે હિંસા રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ જેથી કોઈ પણ જાતની હિંસા ન થાય અને લોકોનાં જીવન અને સંપત્તિને કોઈ ખતરો ન થાય. એડવાઇજરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નાગરિકોની સલામતી સર્વોપરી છે. તેમજ કોઈપણ પ્રકારની અફવાને નહી ફેલાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.