Not Set/ વડોદરા:પરપ્રાંતીયોના રહેણાંક વિસ્તારમાં પેટ્રોલિંગ,પોલીસે કરી 17 લોકોની ધરપકડ

વડોદરા, હિંમતનગરનાં ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હાલોલ અને કાલોલ તાલુકાના જી.આઇ.ડી.સી નજીક સિકોતર માતાના મંદિર નજીક 17 લોકો જેટલા લોકો પરપ્રાંતીયોને ગુજરાતમાંથી હાંકી કાઢવા ના આગોતરા આયોજન  કરતા હતા. જેની  જાણ હાલોલ પોલીસને થતા 17 જેટલા લોકોની 151 મુજબ ધરપકડ કરી […]

Top Stories Gujarat Vadodara
mantavya 175 વડોદરા:પરપ્રાંતીયોના રહેણાંક વિસ્તારમાં પેટ્રોલિંગ,પોલીસે કરી 17 લોકોની ધરપકડ

વડોદરા,

હિંમતનગરનાં ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હાલોલ અને કાલોલ તાલુકાના જી.આઇ.ડી.સી નજીક સિકોતર માતાના મંદિર નજીક 17 લોકો જેટલા લોકો પરપ્રાંતીયોને ગુજરાતમાંથી હાંકી કાઢવા ના આગોતરા આયોજન  કરતા હતા. જેની  જાણ હાલોલ પોલીસને થતા 17 જેટલા લોકોની 151 મુજબ ધરપકડ કરી કાયદેસપની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાંથી 5000 જેટલા લોકોએ હિજરત કરી છે. વડોદરામાં વાઘોડિયા-જરોદમાં ખાનગી કંપનીના પરપ્રાંતિય કામદારો પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો.

કામરોલ પાસે આવેલી એક કંપનીમાં પરપ્રાંતિય પર હુમલો થયો હતો. જેમાં વાઘોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે હજી આ કેસમાં 17 સ્થાનિકોની ધરપકડ કરી છે. પરપ્રાંતિયો પર થયેલા હુમલામાં 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.