Not Set/ અહીં પોલીસ લગ્ન કંકોત્રી ભેગી કરી તપાસ કરી રહી છે કે કોના ઘરે લગ્ન છે ?

વલસાડ જિલ્લા માં કોરોના વધુ વકરે નહીં તેને લઈને વલસાડ કલેકટર દ્વારા એક અજીબો ગરીબ આદેશ જાહેર કરાયો છે. 

Gujarat Others Trending
Untitled 281 અહીં પોલીસ લગ્ન કંકોત્રી ભેગી કરી તપાસ કરી રહી છે કે કોના ઘરે લગ્ન છે ?

સપ્તપદીના શ્લોક પૂર્વે જ આવી પહોચી પોલીસ 

પોલીસ લગ્નના આગલા દિવસે પહોંચી પરિવારને કોવિડ ના નિયમો સમજાવા

કોરોના ના વધતા જતા કહેર ને રોકવા હવે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લગ્ન પ્રસંગો પર ધ્યાન રાખી લોકો ને ભેગા થતા અટકાવી રહી છે. આવનાર દિવસો માં વલસાડ જિલ્લા માં કોરોના વધુ વકરે નહીં તેને લઈને વલસાડ કલેકટર દ્વારા એક અજીબો ગરીબ આદેશ જાહેર કરાયો છે.

Untitled 282 અહીં પોલીસ લગ્ન કંકોત્રી ભેગી કરી તપાસ કરી રહી છે કે કોના ઘરે લગ્ન છે ?

જે અંતર્ગત હવે વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લામાં યોજાનાર લગ્ન પ્રસંગે તમામ માહિતી એકઠી કરી છે. માં તેઓ dtp operator,  પ્રિન્ટીંગ પ્રેસ, લગ્નના હોલ, લગ્ન કરાવનાર મહારાજ અને ડીજે ના સંચાલકો સાથે સંપર્ક કરી છે. અને એક  ડેટા બેઝ ઉભો કર્યો છે.

Untitled 283 અહીં પોલીસ લગ્ન કંકોત્રી ભેગી કરી તપાસ કરી રહી છે કે કોના ઘરે લગ્ન છે ?

ત્યાર બાદ લગ્ન ના આગલા દિવસે તેઓ જેને ત્યાં લગ્ન હશે એમને ત્યાં જઈ આખી કોરોના SOP સમજાવી રહ્યા છે.  અને 50 લોકો થી વધુ લોકો લગ્ન પ્રસંગ માં ન આવે એ પણ સૂચના આપી રહ્યા છે. જો લગ્ન પ્રસંગ દરમ્યાન ડીજે વગાડી કોઈ કાર્યક્રમ રાખશે, ગરબા નું આયોજન, જાહેર માં ગામ જમણ જેવું આયોજન કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. હાલ પોલીસ દ્વારા કંકોત્રી ભેગી કરી તપાસ થઈ રહી છે અને જે લોકો એ લગ્ન ના દિવસ ની મંજૂરી લીધી છે તેનો અભ્યાસ કરી એમના ઘરે પોલીસ મળવા જઈ રહી છે