Gamblers/ નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે મોબાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ચાલુ ટ્રકમાં જુગાર રમાડાતો જોઈને ચોંકી ઉઠી છે. પોલીસે મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થતી હતી અને ધોળકાથી નીકળી ગળતેશ્વર જતી હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 21 1 નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે મોબાઇલ જુગારધામનો (Mobile Gambling den) પર્દાફાશ કર્યો છે. પોલીસ ચાલુ ટ્રકમાં જુગાર રમાડાતો જોઈને ચોંકી ઉઠી છે. પોલીસે મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થતી હતી અને ધોળકાથી નીકળી ગળતેશ્વર જતી હતી. મહુધાના ફિણાવ પાસે ટ્રકને અટકાવી તપાસ કરતા તેમા હરતાફરતા જુગારધામનો પર્દાફાશ થયો હતો. પોલીસે જુગાર રમતા 42 જુગારીઓને પકડ્યા હતા. પોલીસે તેની સાથે કુલ 4.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જુગારીઓ પોલીસથી બચવા અવનવા કીમિયા અજમાવે છે. હવે તેમા નવો કીમિયો ચાલુ ટ્રકમાં જુગાર રમાડવાનો છે. પકડાયેલા જુગારીઓમાં વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રીતેશભાઈ બાબુભાઈ રાણા, મહેશકુમાર ખોદીદાસ રાણા, વિષ્ણુભાઈ સોમાભાઈ રાણા, સુરેશભાઈ બાબુભાઈ રાણા, જશુભાઈ રાણા, હર્ષદભાઈ રતિલાલ રાણા, કરણભી મહેશભાઈ રાણા, ભરતભાઈ પ્રવીણચંદ્ર રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઈ પ્રવીણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા, રવિભાઈ રાજુભાઈ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, રવિભાઈ હસમુખભાઈ રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા, અશોક કનૈયાલાલ રાણા, જલ્પેશ વિનોદભાઈ રાણા, ધવલ હસમુખભાઈ રાણા, સુનીલ દિનેશભાઈ રાણા, આશિષ નરેન્દ્રભાઈ રાણા, તુષારભાઈ ગોપાલભાઈ રાણા, બળદેવભાઈ રમણભાઈ રાણા સાહિલભાઈ રાણાનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો

આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે