Vapi/ નવા વર્ષની શરૂઆતમાં પોલીસે જુગારીઓને ઝડપ્યા

ઉમેશ પટેલ, વાપી -મંતવ્ય ન્યૂઝ નવા વર્ષનાં દિવસે વાપી ટાઉન પોલીસે વાપીનાં કુંતા ગામ નજીકથી જુગારધામ ઝડપી પાડીને જુગારીઓને નવા વર્ષમાં જેલની હવા ખવડાવી હતી. વાપી દમણની હદ પર આવેલ કુંતા ગામમાં નવા વર્ષના દિવસે જુગારધામ ચાલી રહ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો જુગાર પર નવા વર્ષનો દાવ આજમાવી રહ્યા હતા. ત્યારે જ પોલીસે રંગમાં […]

Gujarat Others
asdq 135 નવા વર્ષની શરૂઆતમાં પોલીસે જુગારીઓને ઝડપ્યા

ઉમેશ પટેલ, વાપી -મંતવ્ય ન્યૂઝ

નવા વર્ષનાં દિવસે વાપી ટાઉન પોલીસે વાપીનાં કુંતા ગામ નજીકથી જુગારધામ ઝડપી પાડીને જુગારીઓને નવા વર્ષમાં જેલની હવા ખવડાવી હતી.

asdq 136 નવા વર્ષની શરૂઆતમાં પોલીસે જુગારીઓને ઝડપ્યા

વાપી દમણની હદ પર આવેલ કુંતા ગામમાં નવા વર્ષના દિવસે જુગારધામ ચાલી રહ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો જુગાર પર નવા વર્ષનો દાવ આજમાવી રહ્યા હતા. ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસે છાપો મારતા જુગારીઓમાં ભાગદોડ મચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસનાં હાથે 10 જેટલા જુગરી શકુનીઓ લાગ્યા હતા.

asdq 137 નવા વર્ષની શરૂઆતમાં પોલીસે જુગારીઓને ઝડપ્યા

પોલીસે જુગરીયાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપ્યા હતા. બાદમાં તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ અને વાહનો મળી અંદાજે 4.40 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.