સુરત/ IPL પર સટ્ટો રમતા સટોડિયા પર પોલીસની તવાઈ

સુરતના પિપલોદ ખાતે ખાનગી ફ્લેટમાંથી આઇપીએલ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સટોડિયાઓને ઝડપી પડ્યા છે. સાથે 1.95 લાખનો મુદ્દામલ ઝડપી પડ્યો છે. જેમાં મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે. 

Top Stories Gujarat Surat
Untitled 21 2 IPL પર સટ્ટો રમતા સટોડિયા પર પોલીસની તવાઈ
  • સુરતઃ સટ્ટો રમાડતા લોકો પર પોલીસની તવાઈ
  • IPL પર સટ્ટો રમતા 4 લોકોની કરી ધરપકડ
  • પીપલોદ ખાતેના ફ્લેટમાં રમતા હતા સટ્ટો
  • કુલ 1.95 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
  • લેપટોપ,મોબાઈલ સહિતનો મુદ્દામાલ કર્યો કબ્જે
  • IPL પર ઓનલાઈન રમાડવામાં આવતો હતો સટ્ટો
  • ID અને પાસવર્ડના આધારે રમાડતા હતા સટ્ટો
  • 7 જેટલા બુકીઓને જાહેર કરાયા વોન્ટડ

સુરત ખાતેથી IPL ઉપર સટ્ટો રમતા સટોડિયાઓ પર પોલીસ વિભાગે આકરી કામગીરી હાથ ધરી છે. સુરતના પિપલોદ ખાતે ખાનગી ફ્લેટમાંથી આઇપીએલ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સટોડિયાઓને ઝડપી પડ્યા છે. સાથે 1.95 લાખનો મુદ્દામલ ઝડપી પડ્યો છે. જેમાં મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ હાથ લાગ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પીપલોદના રાહુલ રાજ મોલની પાછળ આવેલા શીવધારા એપાર્ટમેન્ટમાં IPL ની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડવાનું નેટવર્ક ચાલતું હતું. પોલીસે આ ફ્લેટ ઉપર દરોડો પાડી આ આખું નેટવર્ક ઝડપી પડ્યું છે. જેમાં  4 બુકીની ધરપકડ કરવાની સાથે 29 મોબાઇલ અને 3 લેપટોપ સહિત કુલ રૂ. 1.95 લાખનો મુદ્દામાલ જેપીટી કર્યો છે.  જયારે રાજયના અન્ય શહેરના 7 બુકીને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઉમરા પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે શીવાધાર રેસીડન્સીના ફ્લેટ નં. એ 102 માં દરોડા પાડયા હતા. જયાંથી આઇપીએલની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાય રહેલી ટી-20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા જમીન દલાલ તપસ ઇન્દ્રજીત ઘીવાળા, રીતેશ હીંમત શાહ (રહે. 108 પદમાણી પેલેસ, રાધાનગર, ચોકસી વાડી પાસે, ન્યુ રાંદેર રોડ, અડાજણ), યક્ષ અનીલકુમાર ગાંધી (રહે. 42, કૃષ્ણકુંજ સોસાયટી, બીએસએનએલ ઓફિસ પાસે, પાલનપુર પાટીયા) અને કરણ બિપીન ફુલવાલા (રહે. સત્યસાંઇ એપાર્ટમેન્ટ, ભવાનીવડ, મહિધરપુરા) ને ઝડપી પાડી તેમની પાસેથી અલગ-અલગ કંપનીના 29 મોબાઇલ ફોન, 3 લેપટોપ અને રોકડ મળી કુલ રૂ. 1,95,800 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે આઇપીએલ ઉપર સટ્ટો રમાડવા તપન અને રીતેશ સાટાખત થકી ફ્લેટ ખરીદયો હતો અને અન્ય ત્રણ તેમાં પાર્ટનર હતા.

વિશ્વ મેલેરિયા દિવસ 2022/ ધાણાથી લઈને ગિલોય સુધી, મેલેરિયાથી બચવા માટે આ છે રામબાણ ઉપાય