OMG!/ ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

પાકિસ્તાનનાં સુરક્ષા કર્મચારીઓએ 27 લાખ રૂપિયાનું બિરયાનીનું બિલ જમા કરાવીને PCB ની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.

Top Stories Sports
11 151 ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામેની પ્રથમ વનડેમાં ટોસ પહેલા જ એક મોટો નિર્ણય લઈને પાકિસ્તાન ક્રિકેટને હચમચાવી દીધું હતું. ન્યુઝીલેન્ડે સુરક્ષા ચેતવણીઓને ટાંકીને પાકિસ્તાન પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી હતી. કિવી ટીમ પાકિસ્તાન પ્રવાસ પર ત્રણ વનડે અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમવાની હતી.

11 150 ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

આ પણ વાંચો – IPL 2021 / દિલ્હીની ટીમ ફરી પહોંચી ટોપ પર, જાણો ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર કોનો છે કબ્જો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝ માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ અહી તેમને નિરાશા જ હાથ લાગી હતી. આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાનને પણ ભારે આર્થિક નુકશાન થયું હતું. કિવી ટીમનાં પ્રવાસ રદ થયા બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનનો ટૂંકો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરીને PCB નાં ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું હતું. જોકે, ECB એ પ્રવાસ રદ કરવા પાછળ કોઈ નક્કર કારણ આપ્યું નથી. જોકે, આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટુ આર્થિક નુકસાન થયું છે. વળી હવે પાકિસ્તાનનાં સુરક્ષા કર્મચારીઓએ 27 લાખ રૂપિયાનું બિરયાનીનું બિલ જમા કરાવીને PCB ની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ જાણીને તમને પણ આશ્ચર્ય થયું જ હશે.

11 149 ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

આ પણ વાંચો – T20 World Cup / અફઘાનિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે? તાલિબાની ધ્વજને લઇને ICC કરી શકે છે કાર્યવાહી

એક અહેવાલ મુજબ, PCB એ ન્યુઝીલેન્ડની ટીમને સુરક્ષા પૂરી પાડવા માટે ભાડે લીધેલી સુરક્ષા એજન્સીઓને ભારે કિંમત ચૂકવવી પડી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેમના પ્રવાસનાં ભાગરૂપે ઈસ્લામાબાદની સેરેના હોટલમાં રોકાઈ હતી. અહીં ખેલાડીઓની સલામતી માટે ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ અંતર્ગત 500 પોલીસકર્મીઓની ફરજ હોટલમાં હતી. જેમાં પાંચ SP અને 500 થી વધુ SSP નો સમાવેશ થાય છે. આ પોલીસકર્મીઓનાં ભોજનનો ખર્ચ 27 લાખ રૂપિયા આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ દિવસમાં બે વખત ભોજન લેતા હતા. બિરયાની આ હેઠળ આવતી હતી. આનું બિલ 27 લાખ રૂપિયા આવ્યુ છે.