Crime/ પોલીસની લાપરવાહી? ટ્રિપલ તલાકના કેસમાં માનસિક ત્રાસનો જ નોંધ્યો ગુનો

રાજ્યમાં મહિલા અત્યાચારના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. નજીવી બાબતમાં પતિ પત્નીના પારિવારિક જીવનમાં મોટી તકરારો થવા લાગી છે. અને આવી તકરારો ઘણી વાર પતિ પત્નીના સંબંધોનું અંત પણ લાવતી હોય છે. તાજેતરમાં જ આણંદ શહેરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં પીડીતાએ તેના પતિ , સાસુ ,સસરા અને બે નણંદની સામે શારીરિક […]

Gujarat
836815 harassment પોલીસની લાપરવાહી? ટ્રિપલ તલાકના કેસમાં માનસિક ત્રાસનો જ નોંધ્યો ગુનો

રાજ્યમાં મહિલા અત્યાચારના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. નજીવી બાબતમાં પતિ પત્નીના પારિવારિક જીવનમાં મોટી તકરારો થવા લાગી છે. અને આવી તકરારો ઘણી વાર પતિ પત્નીના સંબંધોનું અંત પણ લાવતી હોય છે.

તાજેતરમાં જ આણંદ શહેરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં પીડીતાએ તેના પતિ , સાસુ ,સસરા અને બે નણંદની સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ પોતાના સસુરાલ પક્ષ સામે આરોપ લગાવ્યા છે કે તેને નજીવી બાબતમાં હેરાન પરેશાન કરવામાં આવતું હતું. પીડિતાના બે વર્ષના લગ્નગાળામાં તેના સસુરાલ પક્ષના લોકોં તેની સાથે જે હેરાનગતિ કરતા હતા તેના વિશે પોતાના પતિને પીડિતા હકીકતથી વાકેફ કરાવતી હતી ત્યારે તેનો પતિ પોતાના પરિવાજનોની સાંભળીને પીડિતા સાથે મારઝુડ કરતો હતો. પીડીતાએ આ મામલે ઘણી વાર પોતાના પતિને સમજાવાની કોશિશ કરી હતી કે તેની જોડે આવો દુર્વ્યવહાર ન કરવામાં આવે. પરંતુ, પતિએ તેની એક પણ વાતની ઉપર ધ્યાન આપવાની જગ્યાએ તેને તલાક આપી દીધું હતું.

પીડીતાએ સહનશક્તિ મુજબ સસુરાલ પક્ષનો ત્રાસ સહન કર્યો હતો. અને જયારે લાગ્યું હતું કે હવે પાણી માથાની ઉપરથી જઈ રહ્યું છે ત્યારે પીડીતાએ આણંદ મહિલા પોલીસ મથકમાં પતિ શાહરુખ વોરા, સસુર અનવર વોરા , સાસુ અનીશા વોરા , નણંદ હિના તેમજ અસ્માબેન વોરા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદમાં મહિલાએ એવું લખાયું છે કે તેના પતિએ તેણીને તલાક આપી દીધા છે તો આણંદ મહિલા પોલીસે તેના પતિની વિરુદ્ધમાં નવા કાયદા મુજબ ટ્રિપલ તલાકની ફરિયાદ કેમ નોંધી નથી? કેમ ફક્ત શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે કોકડું ગુંચવાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…