સુરેન્દ્રનગર/ ઇન્સ્ટાગ્રામ પર વિધર્મી યુવકના પ્રેમમાં ફસાયેલી યુવતીને પોલીસે બચાવી

ધ્રાંગધ્રા તાલુકાની એક જ્ઞાતિની અને ધ્રાંગધ્રા કોલેજમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતી ઇન્સ્ટાગામ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ આ યુવતીના ૧૮ વર્ષ પુર્ણ થતાની સાથે જ યુવતી ધ્રાંગધ્રા કોલેજથી પરીક્ષા આપી સીધી યુવક સાથે નાસી ગઇ હતી

Gujarat
3 24 ઇન્સ્ટાગ્રામ પર વિધર્મી યુવકના પ્રેમમાં ફસાયેલી યુવતીને પોલીસે બચાવી

ધ્રાંગધ્રા તાલુકાની એક જ્ઞાતિની અને ધ્રાંગધ્રા કોલેજમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતી ઇન્સ્ટાગામ મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવતીના ૧૮ વર્ષ પુર્ણ થતાની સાથે જ યુવતી ધ્રાંગધ્રા કોલેજથી પરીક્ષા આપી સીધી યુવક સાથે નાસી ગઇ હતી.

આ ગંભીર બાબતની પરિવારજનો અને વીએચપીની ટીમે સિટી પીઆઇ બી.એમ. દેસાઇ અને ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને જાણ કરી હતી. યુવતીને કોણભગાડી ગયુ એની કોઇને જાણ ન હોવાથી પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમેરા અને યુવતીના મોબાઇલની કોલ ડીટેઇલ્સ કઢાવતા યુવતી કોઇ યુવક સાથે જતી દેખાઇ હતી અને પંજાબના કોઇ યુવકના સંપર્કમાં હોવાનુ જણાયુ હતુ.

પોલીસે પંજાબના જે યુવક સાથે વાત કરતી હતી, એનું લોકેશન કઢાવતા યુવક પંજાબ કાશ્મીર બોર્ડર ઉપર હોવાનું ખુલ્યુ હતુ. ગંભીર બાબતની એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પોલીસે પંજાબ પોલીસનો સંપર્ક કરી એક ટીમને પંજાબ રવાના કરી હતી. તેમજ જ્ઞાતીની કોલેજીયન યુવતીને મેળવી લીધી હતી.

યુવતીને ફોસલાવીને ભગાડી જનાર યુવક અહેમદ મહમદ હોવાનુ ખુલ્યુ હતુ અને યુવતી ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકના સંપર્કમાં આવ્યાનું જણાવ્યુ હતુ. આમ સિટી પોલીસની સતર્કતાથી ધ્રાંગધ્રાથી છેક કાશ્મીર બોર્ડર ૧૩૦૦ કિ.મી.દૂર વિધર્મી યુવકની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લેતા પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.