Rajkot News/ રાજકોટમાં 15 દિવસમાં 6 હત્યા અને ચોરીની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તમામ DCPને આદેશ

રાજકોટ(Rajkot)માં વધતાં ક્રાઇમને લઈ પોલીસ સક્રિય

Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટ(Rajkot) શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં 6 હત્યા અને 4થી વધુ ચોરીની ઘટનાઓ બન્યા બાદ આખરે તંત્ર જાગ્યું છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તમામ DCPને કડક આદેશ આપ્યો છે.

રાજકોટમાં (Rajkot)માં આવારા તત્વો વિરુદ્ધ ઝુંબેશ

 Rajkot
Police swung into action in Rajkot.

પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરમાં રાત્રીના 12 વાગ્યા પછી આવારા તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સખત ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

દુકાનો રાબેતા મુજબ શરૂ રહેશે

આ ઝુંબેશ અંગે સ્પષ્ટતા કરતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા(Brijesh Kumar Jha)એ જણાવ્યું હતું કે દુકાનો રાબેતા મુજબ શરૂ રહેશે. વેપારીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કાર્યવાહી માત્ર અસામાજિક તત્વો સામે કરવામાં આવશે.

વાહન ચેકીંગ અને બ્રેથ એનલાઇઝરથી તપાસ

વાહન ચેકીંગ દરમિયાન નિયમોનો ભંગ કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બ્રેથ એનલાઇઝર દ્વારા યુવાનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી નશાની હાલતમાં ફરતા તત્વોને પકડી શકાય. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાય અને ગુનાખોરી પર અંકુશ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રાજકોટ દારૂ પાર્ટી બાદ ધ્રુવિક પટેલનું નિવેદન :21મી સદીમાં દારૂ પીવો ગુનો ન હોવો જોઈએ

આ પણ વાંચો: રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ₹1 લાખ પડાવ્યા

આ પણ વાંચો: સુરતમાં સાડીની દુકાનમાં ચોરી કરતી 4 મહિલાઓ ઝડપાઈ, રાજકોટથી પોલીસે કરી ધરપકડ!