Not Set/ ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

કો’ક ધર્મની વાત કરે, કોક જ્ઞાતિવાદની વાત કરે, કો’ક રાષ્ટ્રવાદની વાત કરે. હજી તો આવું ઘણું જોવા મળશે, ગુજરાતમાં હમણાં નેતાઓ દ્વારા લોકોની લાગણી સાથે દાવ ખેલતા વિધાનો કરવાની રાજકારણીઓ વચ્ચે હોડ જાગી છે.

India Trending
mayavati 4 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

જેમાં ઘણીવખત કોઈ પક્ષ સાથે જોડાયા ન હોવાની છતાં કુણી લાગણી ધરાવતા નેતાઓ પણ આવી જાય છે. કાગવડ ખાતે થોડા સમય પહેલા ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી લાગણી પાટીદાર સમાજના કાર્યક્રમમાં વ્યક્ત થઈ ત્યારબાદ અન્ય ત્રણ સમાજે પણ પોતાની જ્ઞાતિનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી. કેન્દ્રમાં કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મેળવ્યા બાદ સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી અને પાટીદાર આગેવાન ડો.મનસુખભાઈ માંડવીયાએ પણ એવું વિધાન કહ્યું કે, પાટીદાર એટલે ભાજપ અને તેનો એવો અર્થ પણ થયો કે ભાજપ એટલે પાટીદાર. આ અંગે ખોડલ ધામનાં નરેશભાઈ પટેલે પણ એવો મત વ્યક્ત કર્યો કે આ માંડવીયાનું અંગત મંતવ્ય છે. અભિપ્રાય છે. ઉંઝાનાં પાટીદાર આગેવાને પણ કહ્યું કે, પાટીદારો તમામ રાજકીય પક્ષોમાં છે. કોઈ એક પક્ષ સાથે છે તેવું માની શકાય નહીં. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સર્વ સમાજ સમભાવની વાત કરી.
થોડા સમય પહેલા લોકસભાએ ઓબીસી માટે જ્ઞાતિઓની યાદી તૈયાર કરવાની સત્તા રાજ્ય સરકારોને આપવાની સત્તા આપતો બંધારણ સુધારા ખરડો પસાર કર્યો. ત્યારબાદ ઓબીસીની યાદીમાં પાટીદારો, મરાઠા, જાટ વિગેરેનો વિવિધ રાજ્યોમાં સમાવેશ થશે તેવી આશા જાગી. આ એક સ્પષ્ટ સંકેત હતો. કેટલાંક રાજ્યોએ તો આ યાદી તૈયાર કરવા નિષ્ણાંતોની કમિટિ નીમીને તેની તૈયારી પણ શ‚ કરી દીધી. આ પણ જેવી તેવી વાત તો નથી જ.

વિનોદ ચાવડા 11 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ એવું વિધાન કર્યુ કે, પાટીદારોને ઓબીસી ક્વોટામાં સમાવી શકાય નહિ પરંતુ તેમના માટે અલગ ક્વોટા બનાવવો જોઈએ. ગુજરાતમાં નારાજ પાટીદારોનાં મન પોતાના પક્ષ તરફ વાળવા ભાજપે જે કવાયત શ‚ કરી છે તેમાં કેન્દ્રીય મંત્રીનાં આ વિધાનો અવરોધ ઉભો કરી શકે છે. આની સામે કડક પ્રતિભાવો આવવાની શક્યતા છે. આ વિધાનો અનામત માટેની આગમાં ઈંધણ સમાન પૂરવાર થશે તેવું હાલના તબક્કે લાગ્યા વગર રહેતું નથી.

nitin patel 1 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

જ્યારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ભારત માતા મંદિરને લગતા કાર્યક્રમ સમયે યોજાયેલી ધર્મ સભાને સંબોધતા એવું કહ્યું કે, ભારતમાં બહુમતી સમાજની બહુમતી છે. એટલે કે હિંદુ સમાજની બહુમતી છે એટલે લોકશાહી બંધારણ વિગેરે અસ્તિત્વમાં છે. આ અંગે તેમણે ઈરાન-ઈરાક, પાકિસ્તાન અફઘાનિસ્તાન સુધીના દાખલા આપ્યા. જો કે અમેરિકા બ્રીટન-ન્યુઝીલેન્ડ, શ્રીલંકા સહિતના લોકશાહી અને બંધારણ વાળા દેશોનો ઉલ્લેખ પણ ન કર્યો. જો કે આ વિધાનનો હેતું ધાર્મિક નહિ પણ રાજકીય હતો તેવું સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં ૨૦૨૨માં રાજ્ય વિધાન સભાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે એન્ટી ઈન્કમ્બન્સી વેવને ખાળવા માટે હિંદુ કાર્ડ ઉતરવાનો પ્રયાસ છે. કોઈપણ રાજકીય પક્ષ પોતાના સામે વિરોધનો વંટોળ જાગે ત્યારે ધર્મનું કાર્ડ ઉતરે છે અને કાં તો જ્ઞાતિવાદી ખેલ ખેલે છે અને આપણા ગુજરાતમાં ‘ખાપ’ થીયરી એ જ્ઞાતિવાદી રાજકારણનું ઉદાહરણ છે. જો કે ‘ખાપ’નું કાર્ડ કોંગ્રેસ ઉતરી હતી. જ્યારે ઘણી વખત રાષ્ટ્રવાદનું કાર્ડ પણ પક્ષો ઉતરે છે. પોતેજ રાષ્ટ્રવાદી અને સામા પક્ષ વાળા રાષ્ટ્રવાદી નથી તેવી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આ પણ એક વાસ્તવિક્તા છે-હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી.

Nitin Patel ANI ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

તાજેતરમાં નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે એવું વિધાન પણ કહ્યું કે, ગુજરાત સરકાર કરોડ રૂપિયાની ડ્યુટીની આવક જતી કરીને પણ દારૂબંધી ચાલું રાખશે બીજા રાજ્યોમાં ભલે દારૂ પરની ડ્યુટીની આવકમાંથી મબલખ કમાણી કરતાં હોય પરંતુ ગુજરાત આમાં નહિ પડે. ગાંધી સરદારનાં ગુજરાતમાં દારૂ બંધીનો અમલ વધુ કડક બનાવવા ગુજરાત સરકારે પગલાં ભર્યા હોવાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો. હકિકતમાં કેન્દ્રનાં એક અહેવાલમાં ગુજરાતમાં દારૂનું વેચાણ વધારે પ્રમાણમાં થતું હોવાની જે વિગતો જાહેર થયેલી તેનો આ જવાબ હતો. નાયબ મુખ્યમંત્રી ભલે ગમે તે દાવો કરતાં હોય પરંતુ દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પીવાય છે અને વેચાય છે તેની સાબીતી પોલીસ કાફલા દ્વારા અવારનવાર મોટા જથ્થામાં દારૂ પકડાય છે તે જ આ વાતનો પૂરાવો છે. આનો અર્થ એવો જ થાય કે દારૂબંધીના કાયદામાં છટકબારી પણ છે અને તેના અમલમાં ઢીલાશ પણ છે. ટીવી ચેનલો પર આ બાબત અંગે ચર્ચા થઈ ત્યારે આ અંગે વિપક્ષના આગેવાનો અને નિષ્ણાતોએ એવી સ્પષ્ટ વાત કરી કે, ગુજરાતમાં ભલે ગમે તેવો દાવો થતો હોય પણ દારૂની રેલમછેલ છે જ.

morva hafdaf 10 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

આ બધા દાખલાઓ પ્રસ્તુત કરવાનો હેતુ એજ છે કે, રાજકારણીઓની વાત જે છે તેને માત્ર બકવાસ ગણીને તેની ગંભીરતા ઓછી આંકી શકાય નહિ. ભલે અત્યારે અયોધ્યામાં રામમંદિરનું કામ પૂરજોશમાં ચાલું છે પરંતુ ભૂતકાળની છ ચૂંટણીઓમાં એક યા બીજા સ્વરૂપે રામમંદિરના નારાઓ લાગતા હતા. ૧૯૯૧માં અડવાણીજીએ રામમંદિર માટે કાઢેલી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનાં કારણે જ ભાજપની તાકાત વધવાની શ‚આત થઈ હતી. ટૂંકમાં ભગવાન રામના આદર્શો ભાજપે ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી પણ પાળ્યા નથી. રાજધર્મની વાતો થઈ છે પણ પાળ્યો નથી. ૨૦૧૪ પછી તો રામમંદિર અંગેનો જશ ખૂબ લેવાશે પણ લોકોનું જીવન ધોરણ અને સરકારની શૈલી જોતા રાજધર્મ પાળવામાં આવ્યો નથી તે હકિકત છે.

mayavati 2 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!
ચૂંટણી આવે એટલે ભલભલા કાર્ડ ઉતરવામાં આવે છે. ટીવી પરની ચર્ચામાં એક રાજકીય વિશ્લેષકે એમ પણ કહ્યું કે, એક જ પક્ષને તમામ બેઠકો મળે તેવી વાતો કરવી અને એક-યા બીજા પક્ષ મુક્ત ભારતની વાતો કરવી તે પણ લોકશાહી વિરોધી વર્તન છે. આવી વાતો કરનારાઓ દેશની એક્તા અને અખંડીતતાનાં પાયા સમાન લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે. કારણ કે તંદુરસ્ત -મજબૂત વિપક્ષ એ લોકશાહીનો પાયો છે. એવો સિદ્ધાંત અત્યારે ભૂલાઈ ગયો છે પછી હવે આવી વાતો કરનારાઓને સાચા રાષ્ટ્રવાદીઓ કેમ કહેવા? રાજકીય વિશ્ર્લેષકની વાત સો ટકા સાચી જ છે તેમ કહેવું પડશે. બાકી તો ચૂંટણીના પડઘમ વાગ્યા બાદ ઘણું સાંભળવા મળશે.ગુજરાતમાં હમણાં નેતાઓ દ્વારા લોકોની લાગણી સાથે દાવ ખેલતા વિધાનો કરવાની રાજકારણીઓ વચ્ચે હોડ જાગી છે.

mayavati 3 ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

ગણેશોત્સવ / લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

વિશ્લેષણ / ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું