Not Set/ હવે BJP ની મહિલા સાંસદ બોલી, દલિત અને મનુવાદીઓના ગુલામ હતા હનુમાનજી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્યારથી હનુમાનજીને દલિત ગણાવ્યા છે ત્યારથી આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ પછી તો બીજેપીની સાથે જોડાયેલા તમામ નેતાઓ હનુમાનજીને દલિત, ક્ષત્રિય, આર્ય ગણાવી ચૂક્યા છે. આ સાંકળમાં નવી કડી તરીકે બહરાઈચના BJP ના સાંસદ સાવિત્રી બાઈ ફૂલે જોડાઈ ગયા છે, તેમણે હનુમાનજીને મનુવાદીઓના ગુલામ ગણાવી […]

Top Stories India Trending Politics
Now the BJP women MP says, Hanumanji was Dalit and Slave of Manuvadis

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્યારથી હનુમાનજીને દલિત ગણાવ્યા છે ત્યારથી આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ પછી તો બીજેપીની સાથે જોડાયેલા તમામ નેતાઓ હનુમાનજીને દલિત, ક્ષત્રિય, આર્ય ગણાવી ચૂક્યા છે. આ સાંકળમાં નવી કડી તરીકે બહરાઈચના BJP ના સાંસદ સાવિત્રી બાઈ ફૂલે જોડાઈ ગયા છે, તેમણે હનુમાનજીને મનુવાદીઓના ગુલામ ગણાવી દીધા છે.

સાવિત્રી ફૂલેએ મંગળવારે કહ્યું હતું કે, હનુમાનજી દલિત અને મનુવાદીઓના ગુલામ હતા. તેમણે કહ્યું હતું કે, જો લોકો કહે છે કે, ભગવાન રામ છે અને તેમનો બેડો પાર કરવાનું કામ હનુમાનજીએ કર્યું હતું, તેમના તેમનામાં શક્તિ હતી તો જે લોકોએ તેમનો બેડો પાર કરવાનું કામ કર્યું, તેમને શું કામ વાનર બનાવી દીધા? તેમને તો ઇન્સાન બનાવવા જોઈતા હતા, પરંતુ ઇન્સાન ન બનાવીને તેમને વાનર બનાવી દીધા. તેમને પૂંછ લગાવી દીધી, તેમના મોં પર કાળું બનાવી દીધું, કારણ કે, તેઓ તેઓ દલિત હતા એટલા માટે તે સમયે પણ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું.

બીજેપીના સાંસદે ન્યૂઝ એજન્સી ભાષાને જણાવ્યું હતું કે, ‘અમે તો એ જોઈએ છીએ કે, હવે દેશ તો ના ભગવાનના નામ પર ચાલશે અને ના તો મંદિરના નામ પર. હવે દેશ ચાલશે તો ભારતીય સંવિધાનના નામ પર. આપણા દેશનું સંવિધાન ધર્મનિરપેક્ષ છે, તેમાં તમામ ધર્મોની સુરક્ષાની ગેરેંટી છે. બધાને સમાન સન્માન અને અધિકાર છે. કોઈને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને પણ નથી. આ માટે જે પણ જવાબદાર લોકો વાત કરે તો ભારતના સંવિધાનની અંતર્ગત કરે, બેજવાબદારીપૂર્ણ વાત કરવાથી જનતાને એક વખત વિચારવા માટે મજબૂર કરે છે.’

તાજેતરમાં યોગી આદિત્યનાથે રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતા હનુમાનજીને દલિત અને વનવાસી ગણાવ્યા હતા. આ પછી આ વિવાદે જોર પકડ્યું હતું. કેટલાક દલિત સંગઠનોએ તો ત્યાં સુધી પણ કહી દીધું કે, હનુમાનજીના તમામ મંદિરો પર દલિતોનો અધિકાર છે અને દલિત સમુદાયના લોકોને જ આવા મંદિરોના પુજારી તરીકે નિયુક્ત કરવામાં આવે.

રામ મંદિરના સવાલ અંગે સાવિત્રી ફૂલે જણાવ્યું હતું કે, બીજેપી આ મુદ્દાને એવી રીતે ઉછાળી રહી છે કે, જેમ કે અન્ય કોઈ મુદ્દો જ નથી. તેમણે કહ્યું હતું કે, દેશને મંદિરની જરૂરિયાત નથી, શું મંદિર બેરોજગારી, દલિત અને પછાત લોકોની સમસ્યા દૂર કરી શકે છે. સાંસદે કહ્યું હતું કે, મંદિરોથી ફક્ત બ્રાહ્મણોને ફાયદો થશે, જેની વસ્તી ફક્ત ત્રણ ટકા છે. મંદિરમાં જે પૈસા ચઢાવવામાં આવે છે તેનો ઉપયોગ કરીને બ્રાહ્મણ અમારા દલિત સમુદાયને પોતાના ગુલામ બનાવે છે.