રાજકીય/ BJP મહિલા મોરચાની નબળી કામગીરી, રોડ શોમાં મહિલાઓની પાંખી હાજરી

યુપીમાં ચૂંટણી જીતી તેમાં મહિલા મતદારોનો સિંહ ફાળો હતો. અને એજ પેટર્ન પર બીજેપી એ ગુજરાતમાં પણ જો 150 પલ્સ સીટ પર જીત મેળવવી હોય તો મહિલા મતદારો કે જેના મતદાનની ટકાવારી ઓછી હોય છે તેને વધારવી પડે..

Top Stories Gujarat Others
મહિલાઓ BJP મહિલા મોરચાની નબળી કામગીરી, રોડ શોમાં મહિલાઓની

પીએમ મોદીએ યુપીમાં જીત મેળવી તેમાં મહિલાઓ મહત્વની સાબિત થઈ છે.  અને જો ગુજરાતમાં પણ 150 પાર જવું હોય તો મહિલાઓને મતદાન મથક સુધી પહોંચાડવી જરૂરી છે. પરંતુ મહિલાઓને રોડ શો સુધી પહોંચાડવામાં બીજેપને દમ નીકળી ગયો હોવાની ચર્ચા પાર્ટીમાં ચાલી રહી છે.  4 રાજ્યોમાં જીત મેળવી અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એક તરફ લાખોની જનમેદની હાજર હશે, એવો દાવો કરવામાં આવ્યો હતો જેના ભાગ રૂપે અલગ અલગ સેલ અને મોરચાની જવાબદારી સોંપવામાં આવી હતી. આખા રોડ શો દરમિયાન મહિલાઓ ઓછી હતી.

યુપીમાં ચૂંટણી જીતી તેમાં મહિલા મતદારોનો સિંહ ફાળો હતો. અને એજ પેટર્ન પર બીજેપી એ ગુજરાતમાં પણ જો 150 પલ્સ સીટ પર જીત મેળવવી હોય તો મહિલા મતદારો કે જેના મતદાનની ટકાવારી ઓછી હોય છે તેને વધારવી પડે.. રોડ શો જે યોજાયો તેમાં મહિલાઓ ખૂબ ઓછી દેખાઈ રહી હતી જેમાં મહિલા મોરચાની નબળી કામગીરી જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરેક જિલ્લા માંથી 250 મહિલાઓને અમદાવાદ રોડ શો માં લાવવા માટે જવાબદારી સોંપાઈ હતી પરંતુ એ મુજબની સંખ્યામાં માહિલાઓને લાવવામાં નિષફળતા મળી છે. કારણ કે ખૂબ ઓછી સંખ્યામાં મહિલાઓ રોડ શો માં દેખાઈ રહી હતી.

આ અગાઉ પણ મહિલા દિવસ એટલે કે 8 માર્ચના દિવસે સાધ્વી સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.  રાજ્યભરમાંથી 500 સાધ્વીઓને એકત્ર કરવાનું આયોજન હતું પરંતુ તેમાં માત્ર 100 જેટલી જ સાધ્વી જ હાજર રહી હતી. બાકી ગાયત્રી પરિવારની બહેનોને લાવવામાં આવી હતી.  આમ મહિલા મોરચાની કામગીરી નબળી પુરવાર થઈ રહી છે ત્યારે સંગઠનમાં જ એ ચર્ચા થઈ રહી છે કે રોડમાં શોમાં મહિલાઓને નથી લાવી શકતા મોટા પ્રમાણમાં મહિલાઓ પાસે મતદાન કેવી રીતે કરાવશે

રાજકીય/ પંજાબમાં શાનદાર જીત બાદ કેજરીવાલની નજર ગુજરાત પર

OMG! / જીભ પર કાળો તલ નહીં આ વ્યક્તિની આખી જીભ જ થઈ ગઈ કાળી, જાણો શું છે આ ગંભીર બીમારી

Auto / ચમકતી જૂની કારમાં પણ મોટો ખર્ચો થઈ શકે છે, ખરીદતી વખતે રહો સાવચેત