Bollywood/ બોલિવૂડની આ લોકપ્રિય ગાયિકા લગ્નના છ વર્ષ બાદ બનશે માતા, સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર

“દેવદાસ” અને “હમ દિલ દે ચુકે સનમ” જેવી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોનાં ગીતોમાં મધુર સ્વર આપનારબોલિવૂડની લોકપ્રિય સિંગર્સમાંથી એક શ્રેયા ઘોષાલ લગ્નના છ વર્ષ બાદ માતા બનાવાની છે. તેણે સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર

Entertainment
shreya baby bump બોલિવૂડની આ લોકપ્રિય ગાયિકા લગ્નના છ વર્ષ બાદ બનશે માતા, સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર

“દેવદાસ” અને “હમ દિલ દે ચુકે સનમ” જેવી બોલિવૂડની સુપરહિટ ફિલ્મોનાં ગીતોમાં મધુર સ્વર આપનારબોલિવૂડની લોકપ્રિય સિંગર્સમાંથી એક શ્રેયા ઘોષાલ લગ્નના છ વર્ષ બાદ માતા બનાવાની છે. તેણે સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાના બાળકનું નામ પણ જાહેર કરી દીધું છે. 36 વર્ષીય શ્રેયાએ પોતાના તથા પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયના નામને જોડીને બાળકનું નામ પાડ્યું છે.શ્રેયાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને હું તમારી સાથે આ સમાચાર શૅર કરવામાં ઘણી જ ખુશી અનુભવીએ છીએ. તમારા બધાના પ્રેમ તથા આશીર્વાદની જરૂર છે. અમે જીવનના આ નવા ચેપ્ટર માટે તૈયાર છીએ.’ સો.મીડિયા યુઝર્સે શ્રેયાને શુભકામના પાઠવી હતી.

New twist / વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, જ્યોતિષીઓએ 32 લાખ ખંખેરી લીધા, 9 સામે ગુનો દાખલ

સો.મીડિયામાં બેબી બમ્પની તસવીર શૅર કરીને શ્રેયાએ ગુડ ન્યૂઝ આપ્યા હતા

2015માં પાંચ ફેબ્રુઆરીએ શ્રેયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ સેરેમની પ્રાઈવેટ હતી, જેમાં બંનેના પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. શ્રેયાએ 6 ફેબ્રુઆરીના રોજ ચાહકોને લગ્નની વાત શૅર કરી હતી. સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ગઈ કાલ રાત્રે પરિવાર તથા ફ્રેન્ડ્સની હાજરીમાં મેં મારા પ્રેમ શિલાદિત્ય સાથે લગ્ન કર્યા. નવા જીવનના રોમાંચ અંગે ઉત્સાહી છું.’

Suicide Case / આયેશા પતિને ફોન કરતી પરંતુ તે ન ઉપાડતો,પોલીસે આરીફનો મોબાઈલ તેના બનેવીના ઘરેથી કર્યો કબજે, સામે આવશે સત્ય

Shreya Ghoshal Pregnant | Singer Shreya Ghoshal Announces Pregnancy; Flaunts Her Baby Bump In A Cute Picture - Filmibeat

Bollywood / કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરનાર ગુજરાત ATSની ચાર મહિલા કર્મીઓ પર બનશે ફિલ્મ

શ્રેયાએ બોલિવૂડ કરિયરની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’થી કરી હતી. 75મા ચિલ્ડ્રેન્સ ડે સ્પેશિયલ શોમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ શ્રેયાનું પર્ફોર્મન્સ જોયું તો તેઓ ઘણાં જ પ્રભાવિત થયા હતા અને તેમણે ‘દેવદાસ’માં ગાવાની તક આપી હતી.એક ઈન્ટરવ્યૂમાં શ્રેયાએ કહ્યું હતું, ‘સંજયજીએ મને શોધવાનો પ્રયાસ કર્યો હતો. હું તે ફોન ક્યારેય ભૂલીશ નહીં. મને વિશ્વાસ નહોતો કે ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ડિરેક્ટર ફોન પર હતાં અને મારી સાથે વાત કરી હતી.’ ‘દેવદાસ’માં શ્રેયાએ પાંચ ગીતો ‘સિલસિલા યે ચાહત કા..’, ‘બેરી પિયા..’, ‘છલક છલક..’, ‘મોરે પિયા..’, ‘દિલ ડોલા રે..’ગાયા હતા.શ્રેયાએ ‘ઝહર’, ‘પરિણીતા’, ‘રબ ને બના દી જોડી’, ‘વિવાહ’, ‘ધ કિલર’, ‘હોલિડે’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘જબ વી મેટ’, ‘3 ઈડિયટ્સ’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘બોલ બચ્ચન’, ‘પીકે’, ‘કલંક’, ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’ જેવી ફિલ્મમાં ગીત ગાયા છે. શ્રેયાને 4 નેશનલ અવોર્ડ તથા 16 ફિલ્મફેર અવોર્ડ મળ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…