બોલીવુડ/ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મ કેસમાં મળ્યા જામીન

પોર્નોગ્રાફી કેસ મામલે  મુંબઈ કોર્ટે ઉદ્યોગપતિ અને અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન આપ્યા છે 

Entertainment
બોન્ડ પર જામીન

પોર્નોગ્રાફી કેસ: મુંબઈની એક કોર્ટે આજે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ કેસમાં જામીન આપ્યા છે. રાયન થોર્પેને પણ કુન્દ્રા સાથે જામીન પણ મળી ગયા છે. કોર્ટે કુન્દ્રાને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. શનિવારે કુન્દ્રાએ જામીન અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેને ‘બલિનો બકરો’ બનાવવામાં આવી રહ્યો છે. કેસમાં દાખલ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા નથી.

આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ કુન્દ્રા અને અન્ય ત્રણ વિરુદ્ધ પોર્ન ફિલ્મો બનાવવા અને અમુક એપ્સની મદદથી તેને પ્રસારિત કરવા બદલ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.

રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ચાર્જશીટ મુજબ, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણી તેના પતિ રાજ કુન્દ્રાની પ્રવૃત્તિઓથી વાકેફ ન હતી કારણ કે તે તેના કામમાં વ્યસ્ત હતી. ચાર્જશીટ મુજબ, શેટ્ટીએ પોલીસને જણાવ્યું કે તે હોટશોટ્સ અને બોલિવૂડ ફેમ એપ વિશે કંઇ જાણતી નથી જેનો આરોપ વાંધાજનક સામગ્રી અપલોડ અને સ્ટ્રીમ કરવા માટે કથિત રીતે કરવામાં આવ્યો હતો.

અભિનેત્રી શર્લિન ચોપડાએ તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે કુન્દ્રાએ તેને “ખચકાટ વગર” હોટશોટ્સ એપ માટે કામ કરવાનું કહ્યું હતું.

Tips / આ સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતાં,  ફોનને થઇ શકે છે નુકસાન 

ચેન્નાઈ / ફોર્ડના ચેન્નાઈ પ્લાન્ટમાં ફરી શરૂ થશે ઈકોસ્પોર્ટનું ઉત્પાદન, જાણો શું છે કારણ

Technology / ભારતમાં આઇફોન આટલા મોંઘા કેમ વેચાય છે ?

Technology / ગૂગલ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નામથી બજારમાં આવશે