Not Set/ રાજ્ય સરકારે કેશલેશ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય, POS મશીનનું વેચાર કરમુક્ત

અમાદાવાદ : રાજયમાં કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સ્વાઇપ મશીનોનું વેચાણ કરમુકત કરવા રાજય સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે , રાજયમાં હાલમાં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ)-સ્વાઇપ મશીન અંતર્ગત લેવડ-દેવડમાં ભાડાની આવક તથા વેચાણ પર અનુક્રમે ૧ર.પ તથા ર.પ ટકા કર લેવામાં આવે છે. હવે સ્વાઇપ મશીનનું વેચાણ અથવા તો તેના […]

Gujarat

અમાદાવાદ : રાજયમાં કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સ્વાઇપ મશીનોનું વેચાણ કરમુકત કરવા રાજય સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે , રાજયમાં હાલમાં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ)-સ્વાઇપ મશીન અંતર્ગત લેવડ-દેવડમાં ભાડાની આવક તથા વેચાણ પર અનુક્રમે ૧ર.પ તથા ર.પ ટકા કર લેવામાં આવે છે. હવે સ્વાઇપ મશીનનું વેચાણ અથવા તો તેના ઉપયોગ ઉપર કરમુકિત દેવાનો નિર્ણય લેવાયો છે. ૧૦,૦૦૦થી વધુ વસ્તીવાળા ગામોમાં બે સ્વાઇપ મશીન નિઃશુલ્ક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. POS મશીન બેન્ક ઉપરથી નિયત દરના ભાડા પર આપવામાં આવે છે. આ વચ્ચે બેન્કો ઉપર સ્વાઇપ મશીન ઉપલબ્ધ નહી હોવાની ફરિયાદો વધી રહી છે.