એક લવ સ્ટોરી આવી પણ/ 70 વર્ષની પાકિસ્તાની મહિલાએ 37 વર્ષના યુવક સાથે કર્યા લગ્ન, પ્રેમ માટે હજુ સુધી હતી કુંવારી

જે ઉંમરમાં લોકો જીવન પ્રત્યેનો લગાવ છોડી દે છે, તે ઉંમરે મહિલાએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. 70 વર્ષની મહિલા એવા દેશની છે જ્યાં મહિલાઓ પર હજારો પ્રતિબંધો છે. પરંતુ વૃદ્ધ મહિલાએ પ્રેમ ખાતર દરેક બંધન તોડી નાખ્યા.

Ajab Gajab News Trending
70 વર્ષની

પ્રેમ મેળવવા માટે પ્રેમીઓ કોઈપણ હદ પાર કરી શકે છે. હવે આ જ વાતને સાચી સાબિત કરતા પાકિસ્તાનમાંથી એક લવ સ્ટોરી સામે આવી છે, જ્યાં 37 વર્ષીય ઈફ્તિખારે બાળપણનો પ્રેમ મેળવવા માટે 70 વર્ષની વૃદ્ધ મહિલા કિશ્વર બીબી સાથે લગ્ન કર્યા છે. વાસ્તવમાં બંને એકબીજાને ઘણા સમયથી પસંદ કરતા હતા, પરંતુ ઉંમરમાં એટલો ફરક હતો કે યુવાનીમાં પરિવારના સભ્યો સહમત નહોતા, ત્યારબાદ ઈફ્તિખારેના અન્ય યુવતી સાથે લગ્ન કરવી લીધા અને તેમને 6 બાળકો થયા.

હવે આખરે બંનેએ પોતાની ઈચ્છા પૂરી કરીને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બંનેના આ અનોખા લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બનેલા છે.

ઈફ્તિખારનો જૂનો પ્રેમ છે કિશ્વર

આપને જણાવી દઈએ કે, ઈફ્તિખાર ખૂબ જ નાનો હતો જ્યારે તે કિશ્વર બીબીના પ્રેમમાં પડ્યો હતો. જ્યારે તેણે કિશ્વર સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેની માતા રાજી ન થઈ. જો બંનેના લગ્ન એકબીજા સાથે ન થયા તો કિશ્વરે આખી જીંદગી અન્ય કોઈ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. જો કે ખુદ કિશ્વરને એ વાતનો અંદાજ ન હતો કે 70 વર્ષની ઉંમરે તે પોતાની યુવાનીના પ્રેમ સાથે લગ્ન કરી લેશે.

હનીમૂન માટે જઈ શકે છે કરાચી

કિશ્વર આજે 70 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ આ લગ્ન પછી તેની ઈચ્છા કોઈ નવી દુલ્હનથી ઓછી નથી. કિશ્વર સાથે લગ્ન કર્યા પછી જ્યારે તેને તેના હનીમૂન ડેસ્ટિનેશન વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખુશીથી કરાચીનું નામ લીધું.

બીજી તરફ કિશ્વરના વર મિયાં ઈફ્તિખારે જણાવ્યું કે પરિવારના કારણે તે મળી શક્યો નથી, પરંતુ લગ્ન પછી પણ ઈફ્તિખારે કિશ્વરને મળવાનું બંધ કર્યું નથી. ઘણીવાર બંને પાર્કમાં કે અલગ-અલગ જગ્યાએ મળતા અને સાથે સમય વિતાવતા.

કિશ્વર ઇફ્તિખાર સાથે લગ્ન કરવા માંગતી હતી

જોકે આ બંનેની લવસ્ટોરીમાં સૌથી મુશ્કેલ બાબત કિશ્વર બીબીનો નિર્ણય હતો. ઉલ્લેખનીય છે કે, યુવાનીમાં જ્યારે બંને મળી શક્યા નહોતા ત્યારે ઈફ્તિખારે બીજી છોકરી સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં તેમને 6 બાળકો થયા હતા, પરંતુ કિશ્વર બીબીએ નક્કી કર્યું હતું કે તે ઈફ્તિખાર સાથે લગ્ન કરશે, નહીં તો તે જીવનમાં લગ્ન ક્યારેય લગ્ન નહીં કરશે.

તે જ સમયે,ઈઇફ્તિખાર પણ તેનો બાળપણનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યો હતો અને તેની પત્ની ખુશીથી તેના બીજા લગ્ન માટે સંમત થઈ હતી. ઈફ્તિખારની પહેલી પત્નીએ બીજા લગ્ન પર કહ્યું કે, તે તેના પતિને ખૂબ પ્રેમ કરે છે, તેથી તે બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ. તે જ સમયે, જ્યારે ઈફ્તિખારને પૂછવામાં આવ્યું કે બીજા લગ્ન પછી તે હવે કઈ પત્ની સાથે રહેવા માંગશે, તો તેણે કહ્યું કે તે કિશ્વર બીબી સાથે રહેવાનું પસંદ કરે છે, કારણ કે તે તેનો બાળપણનો પ્રેમ છે. સાથે જ તેના બાળકોને ઈફ્તિખારના બીજા લગ્નથી કોઈ વાંધો નથી.

આ પણ વાંચો:વડગામ વિધાનસભા બેઠક પર ન ચાલ્યો કોંગ્રેસ-ભાજપનો જાદુ, જાણો શું છે અહીંનું મતદાન સમીકરણ

આ પણ વાંચો:  અમદાવાદની શોભામાં થશે વધારો ,PM મોદી શનિવારે રિવરફ્રન્ટ ફુટ ઓવર બ્રિજનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવના ભાનમાં આવવાના સમાચાર માત્ર અફવા, ભત્રીજાએ કર્યો ખુલાસો