રાજકોટ/ ડિટરજન્ટ પાવડર લેવા ગયેલી આઠ વર્ષની બાળકીને દુકાનમાં બોલાવી સગીરે બનાવ્યો હવસનો શિકાર

સોશ્યિલ મીડીયામાં યોર્ન વિડીયો જોઇ તરૂણ વર્ષના બાળકોમાં વિકૃતા વધી હોવાની આવા બનાવો સામે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

Gujarat Rajkot

રાજકોટ આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે . પરંતુ આજ કાલ લૂટ , મર્ડર ના  કેસો વધતાં જોવા મળી રહ્યા  છે  ત્યારે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીરે આઠ વર્ષની તરૂણીને દુકાનમાં બોલાવી હવસનો શિકાર બનાવી હતી. બનાવીની જાણ પોલીસને થતાં સ્ટાફે સગીર વિરુઘ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે સોશ્યિલ મીડીયામાં યોર્ન વિડીયો જોઇ તરૂણ વર્ષના બાળકોમાં વિકૃતા વધી હોવાની આવા બનાવો સામે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ  પણ  વાંચો ;વિવાદ / કેપ્ટનશીપ મામલે વિવાદ વકર્યો, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના નિવેદન એકબીજાથી વિપરીત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કુવાડવા રોડ પર આવેલો નવાગામમાં રહેતી આઠ વર્ષની બાળકી તેના ઘર નજીક દુકાને ડીટરજન્ટ પાવડર લેવા માટે ગઇ હતી ત્યારે દુકાન બંધ હોવાથી દુકાન પાસે જ મકાનમાં રહેતાં વેપારીનો સગીર વયના પુત્રએ તેને દુકાનમાં બોલાવી બળજબરી કરી બળાત્કાર ગુજાવ્યો હતો અને ‘જો કોઇને કહીશ તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.બનાવ પગલે બાળકી ડરી ગઇ હોવાથી તેને તેના પરિવારને આ વાતની જાણ કરી ન હતી.

આ પણ વાંચો ;વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ / રોહિત સાથે કોઈ ટકરાવ નહીં, દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી રમવા તૈયાર છે કહોલી

પરંતુ ગઇકાલે બાળકી રડતી હોવાથી તેના પરિવારજનોએ પૂછતા તેને સમગ્ર ઘટના વિશે જણાવતાં પરિવારજનોએ કુવાડવા પોલીસમાં જાણ કરતાં પોલીસે સગીર વિરુઘ્ધ ગુનો નોંધી અને તેની ધરપકડ કરી છે.