કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે બ્રિટનમાં કહેર સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, 35,204 લોકો કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત બન્યા છે. આ સાથે, વાયરસના આ પ્રકારમાં સંક્રમીતોની કુલ સંખ્યા 1,11,157 પર પહોંચી ગઈ છે. શુક્રવારે સાપ્તાહિક આંકડા બહાર પાડતા અધિકારીઓએ જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં ડેલ્ટા વેરિએન્ટના કેસોમાં 46 ટકાનો વધારો જોવા મળ્યો છે. નોધનીય છે કે કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપની ઓળખ ભારતમાં સૌ પ્રથમ કરવામાં આવી હતી.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ જણાવ્યું કે કુલ કેસમાંથી 42 કેસ ડેલ્ટા એવાય.1 પેટા પ્રકારનો હતો, જેને ડેલ્ટા પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને કેટલાક વિસ્તારોમાં તેના વધુ ફેલાવાની આશંકા છે. પીએચઇએ કહ્યું કે યુકેમાં વાયરસના જીનોમ સિક્વન્સીંગમાં, લગભગ 95 કેસ ડેલ્ટા વેરિયન્ટ્સના છે. જો કે, કોરોના રસીના બંને ડોઝ પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી છે.

રસીકરણ ટાળવું
યુકેની હેલ્થ પ્રોટેકશન એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ડો.જેની હેરીસે જણાવ્યું હતું કે, ‘ડેટા સૂચવે છે કે સફળ રસીકરણ અભિયાનથી અમે કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસ્મમાં ઘટાડો લાવવામાં સફળ રહ્યા છીએ. આ ખૂબ જ પ્રોત્સાહક સમાચાર છે, પરંતુ બેદરકારી રાખી શકીએ નહીં. કોવિડ -19 સામે રસીના બે ડોઝ વધુ અસરકારક છે. રસી ઉત્તમ સુરક્ષા પ્રદાન કરે છે પરંતુ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરતી નથી. તેથી જ સાવચેતી રાખવી જરૂરી છે.

હવે લેમ્બડાએ પણ આપી દસ્તક
દરમિયાન, પીએચઇએ કહ્યું કે તેણે વાઇરસના લેમ્બડા વેરિઅન્ટ (C.37) ને પરીક્ષણ સૂચિમાં ઉમેર્યો છે. આ વાઇરસના ના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને L452Q અને F490S જેવા અનેક ફેરફારોને લીધે કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૪ જુને લેમ્બડા સ્વરૂપ ને ‘ વેરિઅન્ટ ઈન્ટરેસ્ટ’ તરીકે રાખવામાં આવ્યું હતું. બ્રિટનમાં અત્યાર સુધી લેમ્બડા ફોર્મના ચેપના 6 કેસ નોંધાયા છે અને તે બધા વિદેશી પ્રવાસ સાથે સંબંધિત છે. તેની પ્રથમ ઓળખ પેરુમાં થઈ હતી અને અત્યાર સુધીમાં તે 26 દેશોમાં મળી આવ્યો છે.
