Not Set/ ગુજરાતમાં વસતી ગણતરીનું કાર્ય કોરોના ગ્રહણનાં કારણે વિલંબમાં

ગુજરાતમાં છેલ્લી સ્થિતિ મુજબ વર્ષ-2011ની વસતી ગણતરી સંપન્ન થયા બાદ આજની સ્થિતિએ દર દસ વર્ષે થતી વસતી ગણતરી આજ-દિન સુધી થઇ શકી નથી. કોરોનાનું ગ્રહણ લાગવાના કારણે વર્ષ-2020માં કરવાની વસતી ગણતરી વિલંબમાં પડી છે.

Gujarat Others
વસતી
  • ગુજરાતમાં વસતી ગણતરી હજી પાંચ મહિના વિલંબમાં
  • જાન્યુઆરી – 2022 થી વસતી ગણતરી શરૂ થઇ શકે
  • વર્ષ-2021માં નવા સેન્સસ પ્રમાણે થવાની હતી વસતીગણતરી
  • કોરોના ગ્રહણના કારણે વસતીગણતરી પડી વિલંબમાં
  • કેન્દ્રસરકાર દ્વારા જાન્યુ.2022 થી સનદી અધિકારીની નિયુક્તિ
  • જીએસડીએમએના સીઇઓ આદ્રા અગ્રવાલની થઇ છે નિયુક્તિ
  • હાલ સિટીઝન રજી.ડાયરેક્ટર તરીકે પ્રવીણ સોલંકી છે કાર્યરત
  •  આદ્રા અગ્રવાલની મુદત 31 ડિસેમ્બર 2025 સુધી રહેશે

ગુજરાતમાં વર્ષ-2011 સેન્સસ પ્રમાણે વસતી ગણતરી બાદ હવે નવા સેન્સસની વસતી ગણતરી વર્ષ-2022નાં પ્રારંભમાં થઇ શકે છે. જો કે નિર્ધારિત સમય કરતા ગુજરાતમાં વસતી ગણતરીનું કાર્ય કોરોના ગ્રહણનાં કારણે એક વર્ષ વિલંબમાં પડ્યું છે.

આ પણ વાંચો – ધરણાની ચીમકી /  ચુડા મામલતદાર કચેરીએ દાખલા કઢાવવા સવારે 5 વાગ્યે લાઈનો ,આખા દિવસમાં માત્ર 40 જેટલા જ નીકળતા લોકરોષ

ગુજરાતમાં છેલ્લી સ્થિતિ મુજબ વર્ષ-2011ની વસતી ગણતરી સંપન્ન થયા બાદ આજની સ્થિતિએ દર દસ વર્ષે થતી વસતી ગણતરી આજ-દિન સુધી થઇ શકી નથી. કોરોનાનું ગ્રહણ લાગવાના કારણે વર્ષ-2020માં કરવાની વસતી ગણતરી વિલંબમાં પડી છે. હવે આગામી વર્ષ-2022નાં પ્રારંભથી નવા સેન્સસની વસતી ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જ હેતુ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનીંગ દ્વારા ગુજરાત કેડરના સનદી અધિકારીને ગુજરાતમાં વસતી ગણતરી એકમમાં 1 જાન્યુઆરી-2022 થી હોદ્દો સંભાળવા ગુજરાત સરકારનાં મુખ્ય સચિવને પત્ર પાઠવ્યો છે. હાલમાં સિટીઝન રજીસ્ટ્રેશન ડાયરેક્ચર તરીકે વર્ષ-2013ની બેચનાં પ્રવિણ સોલંકી કાર્યરત છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  ચોટીલાના રાજાવાડ ગામની સીમમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ટ્રક ઝડપાઇ, રૂ. 37.95 લાખનો મુદામાલ કબ્જે કરાયો

હવે ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનીંગ દ્વારા ગુજરાત સરકારનાં મુખ્ય સચિવ અનિલ મુકીમને પાઠવેલા પત્રમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં સીઇઓ તરીકે કાર્યરત વર્ષ-2007 બેચનાં આદ્રા અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓની ડાયરેક્ટર ઓફ સીટીઝન રજીસ્ટ્રેશન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આદ્રા અગ્રવાલની નિયુક્તિના પગલે પ્રવિણ સોલંકી ડેપ્યુટેશન પરથી પરત ફરશે. જ્યારે આદ્રા અગ્રવાલ જાન્યુઆરી-2022થી પ્રવિણ સોલંકીના અનુગામી તરીકે વિધિવત્ હોદ્દો સંભાળશે. આદ્રા અગ્રવાલની નિયુક્તિ 31 ડિસેમ્બર – 2025 સુધી કરવામાં આવી છે. પરિણામે હવે વર્ષ-2022ના પ્રારંભ થી ગુજરાતમાં વર્ષ-2022 વસતીગણતરી હાથ ધરવામાં આવશે.